સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરીએ આપ્યો દીકરાને જન્મ, 2019માં બિઝનેસમેન સાથે કર્યા હતાં બીજા લગ્ન

ફિલ્મી ફંડા

સુપરસ્ટાર રજનીકાંતની નાની દીકરી અને ફિલ્મમેકર સૌંદર્યા રજનીકાંતે બીજા દીકરાને જન્મ આપ્યો છે. સૌંદર્યાએ સોશિયલ મીડિયામાં નવજાતની તસવીર શેર કરીને દીકરાનું નામ વીર રજનીકાંત વનંગમુડી રાખ્યું હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલા દીકરાનું નામ વેદ કૃષ્ણા છે. સૌંદર્યાએ એક્ટર તથા બિઝનેસમેન વિશગન વનંગમુડી સાથે ફેબ્રુઆરી, 2019માં લગ્ન કર્યા હતા. વિશગન ફાર્માસ્યુટિકલ કંપનીનો માલિક તથા વનંગમુડી બિઝનેમેનનો દીકરો છે. સૌંદર્યાએ પહેલા લગ્ન બિઝનેસમેન અશ્વિન રામકુમાર સાથે કર્યા હતા. જોકે, તેમણે લગ્નના સાત વર્ષ બાદ 2017માં ડિવોર્સ લીધા હતા. બંનેને એક દીકરો વેદ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.