ભાઈ પ્લીઝ મારા લગ્ન કોઈ બોલીવૂડ એક્ટ્રેસ સાથે કરાવી આપો! ચાહકની અપીલ પર સોનુએ આપી મજેદાર પ્રક્રિયા

ફિલ્મી ફંડા

Mumbai: બોલીવૂડ એક્ટર સોનુ સૂદ અવારનવાર ચર્ચાનું કારણ બનતો હોય છે. કોરોનાકાળમાં લોકોનો દૂત બનીને દેશવિદેશમાં લોકપ્રિય થયેલો સોનુ સૂદ છાશવારે લોકોની મદદ કરતો નજરે ચડે છે. સોશિયલ મીડિયા પર લોકો મદદ માટે હાથ લંબાવે ત્યારે સોનુ પણ પૂરી નિષ્ઠા સાથે તેમની મદદ કરે છે. આ દરમિયાન તેના એક ચાહકે સોનુને ટ્વીટર પર એક અજીબ અપીલ કરી છે ભાઈ પ્લીઝ મારા લગ્ન કોઈ પણ બોલીવૂડ એક્ટ્રેસ સાથે કરાવી દો.

ફેનની આ અપીલનો સોનુએ મજેદાર જવાબ આપ્યો છે. તેણે લખ્યું હતું કે હા, તારા સાથે લગ્ન કરવા માટે બધી એક્ટ્રેસ એમ પણ મારા પાછળ પડી છે. સોનુની ફની પ્રતિક્રિયા ચાહકો પસંદ કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.