Homeદેશ વિદેશએટલે... સોનુ સૂદે માગી માફી...

એટલે… સોનુ સૂદે માગી માફી…

કોરોના મહામારી વખતે લોકોમાં દેવદૂતની ઈમેજ ઊભી કરનારા અને બોલીવૂડના જાણીતા અભિનેતા સોનુ સૂદે તાજેતરમાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં સોનુ સૂદ એક્સપ્રેસ ટ્રેનમાં કોચના દરવાજા પર બેસીને ટ્રાવેલ કરતો જોવા મળે છે.


‘મુસાફિર હું યારો’ ગીતના તાલે વીડિયો હતો, જેમાં વાઈરલ થયેલા વીડિયોની નોંધ લેતા ઉત્તર ભારત રેલવેએ સૂદની આકરી ટીકા કરી હતી અને વાસ્તવિકતાનું ભાન થયા પછી સોનુ સૂદે નોર્ધન રેલવેની માકી માગવાની નોબત આવી છે. સોનુ સૂદે માફી માગતા ટિવટમાં લખ્યું છે કે ‘હું તો ટ્રેનના દરવાજામાં અમસ્તા બેસી ગયો હતો એ દુનિયા જોવા અને એ વાતનો અનુભવ કરવા માટે જ્યાં લાખો ગરીબોની જિંદગી હજુ પણ ટ્રેનના દરવાજામાં વીતે છે. ધન્યવાદ! એ સંદેશ માટે અને દેશની રેલ વ્યવસ્થાને સર્વોત્તમ બનાવવા માટે.’ એના મુદ્દે અગાઉ નોર્ધન રેલવેએ ટિવટ કરી હતી કે ‘પ્રિય સોનુ સૂદ. દેશ અને દુનિયાના લાખો લોકો માટે તમે એક આદર્શ છો. ટ્રેનના દરવાજામાં બેસીને પ્રવાસ કરવાનું કેટલું જોખમી છે અને આ પ્રકારનો વીડિયો તમારા ચાહકો માટે ખોટો સંદેશ આપે છે. મહેરબાની કરીને આવું કરશો નહીં! સરળ અને સુરક્ષિત યાત્રાનો આનંદ ઊઠાવો.’


સોનુ સૂદના આ વીડિયો તો ડિસેમ્બર મહિનાનો છે, જ્યારે આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા પર સોનુ સૂદની સૌકોઈએ નોંધ લીધી હતી, પરંતુ રેલવે સામે ચાલીને પ્રતિક્રિયા આપે એવું સૂદે પણ વિચાર્યું નહોતું. એટલે ઉત્તર રેલવેએ સોનુ સૂદને રોકડું પરખાવ્યું હતું અને જીવના જોખમે ટ્રાવેલ નહીં કરવાનો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, અગાઉ મુંબઈ રેલવે પોલીસે પણ સોનુ સૂદના વીડિયો મુદ્દે રિએક્ટ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular