સોનિયાની ઇડી દ્વારા સઘન પૂછપરછ

દેશ વિદેશ

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ સમાચારપત્ર સંબંધિત મની લોન્ડરિંગ સંબંધે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મંગળવારે કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી અને સમગ્ર વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી.
સવારે અગિયાર વાગે તેઓ પ્રિયંકા અને રાહુલ ગાંધી તેમ જ ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે સેન્ટ્રલ દિલ્હી ખાતે આવેલી ઇડીની ઓફિસે પહોંચી ગયા હતા. રાહુલ ગાંધી થોડી જ વારમાં ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ પ્રિયંકા ગાંધી બાજુની રૂમમાં બેઠાં હતાં જેથી સોનિયા ગાંધીને દવાપાણીની જરૂરત હોય તો તાત્કાલિક આપી શકાય. તેમના નિવાસસ્થાનેથી ઇડીની ઓફિસ સુધી ભારે સલામતીનો બંદોબસ્ત કરાયો હતો. આ પૂછપરછ બાદ તેમના
નિવેદનોને રાહુલ ગાંધી સાથેની વાતચીત સાથે સરખાવશે. અગાઉ રાહુલ ગાંધીની પાંચ દિવસમાં લગભગ ૫૦ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. અગાઉ ૨૧ જુલાઇએ તેમની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
જોકે, કૉંગ્રેસીઓએ ઇડીના આ કાર્યને વખોડતા કહ્યું હતું કે રાજકીય બદલાની ભાવનાથી આ કૃત્ય કરવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.