સોનિય ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું- ‘મારી સાથે વાત ના કરો’ , રાષ્ટ્રપતિના અપમાનને મામલે સાંસદો વચ્ચે ઘમાષાણ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની અશોભનીય ટિપ્પણીને લઈને ગુરુવારે સંસદમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સોનિય ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું- ‘મારી સાથે વાત ના કરો’. ત્યારે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલા સીતારામને સોનિયા ગાંધી પર ગૃહની અંદર ભાજપના નેતાઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો.
મળતી મહિતી મુજબ જ્યારે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા પછી, સોનિયા બીજેપી સાંસદ રમા દેવી સાથે વાત કરવા ગયા  કે અધીર રંજન ચૌધરીએ આ સમગ્ર મામલે માફી માંગી છે. ત્યારે તેમની બિટ્ટુ અને ગૌરવ ગોગોઈ સાથે હતા. ત્યારે સોનિયા ગાંધીએ રમાદેવીને કહ્યું હતું કે મારું નામ કેમ લેવામાં આવી રહ્યું છે? એટલામાં સ્મૃતિ ઈરાની આવી પહોંચ્યા હતા અને કહ્યું ‘મૅમ મે આઈ હેલ્પ યુ’. સ્મૃતિએ કહ્યું કે મેં તમારું નામ લીધું હતું. ત્યારે સોનિયાએ કહ્યું કે ‘મારી સાથે વાત ન કરો’ (Don’t talk to me) અને પછી બંને પક્ષના સાંસદો આવ્યા અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અધીર રંજન ચૌધરીએ કરેલી ટીપ્પણી બાબતે કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય નાણા પ્ર્ર્ધન નિર્મલા સીતારામને કહ્યું કે કોંગ્રેસ આદિવાસીઓને દરેક રીતે અપમાનિત કરવાનું કામ કરી રહી છે. ભાજપ વતી અમે માંગ કરીએ છીએ કે કોંગ્રેસ પાર્ટીએ દેશની માફી માંગવી જોઈએ. કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું કે તેઓ પહેલા જ માફી માંગી ચૂક્યા છે. તે દેશને ગેરમાર્ગે દોરે છે. જ્યારે અધીર રંજન ચૌધરી સતત કહી રહ્યા છે કે માફી માંગવાની જરૂર નથી.

2 thoughts on “સોનિય ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું- ‘મારી સાથે વાત ના કરો’ , રાષ્ટ્રપતિના અપમાનને મામલે સાંસદો વચ્ચે ઘમાષાણ

  1. Did anyone refer to formar President Pratibha Patil as ‘Rashtrapatni’? I don’t think so. Then why is President Draupadi Murmu is called rashtrapatni? Having lost power and with no prospects of regaining it in sight, Congressis have been indulging in slugfests left and right. It shows how low they have stooped. Don’t they realize that they have alienated a large section of Indians by doing so?

  2. Sonia’s animosity with Smritii understandable. Smiriti kicked Rahul out of Nehru-Gandhi’s pocket borough of Amethi. Next in line is Rae Bareli, another pocket borough of the Family. Sonia is Empress there. She is sure to face a strong challenge there. Rather than suffering a humiliating defeat she may let her daughter stand on the pretext of her poor health. Handwriting is on the wall. It is not reassuring to Sonia. That is why she has a short fuse.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.