નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીની તબિયત બગડતાં તેમને દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
રાયપુરથી હાલમાં કોંગ્રેસના 85મા અધિવેશનમાં પણ સોનિયા ગાંધીની તબિયત સારી ન હોવાની માહિતી કોંગ્રેસના સાધનો દ્વારા આપવામાં આવી હતી. સોનિયા ગાંધી પર ડો. અરુપ બાસુની આગેવાની હેઠળ સારવાર કરાઈ રહી છે, તેમને બે માર્ચના એટલે કે ગુરુવારે તાવ આવ્યા બાદ હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં તહેનાત કરાઈ રહી છે. અનેક મેડિકલ ટેસ્ટ કરવામાં આવી છે અને હાલમાં તેમની તબિયત સ્થિર હોવાની માહિતી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સોનિયા ગાંધીની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલાઈઝ્ડ કરવા પડ્યા હતા.