સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી મળી રજા; ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સોમવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ તેમને ઘરે આરામ કરવાની સલાહ આપી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. 75 વર્ષીય સોનિયા ગાંધીને કોરોના વાયરસના ચેપ બાદ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓને કારણે ગત 12 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં 23 જૂને પૂછપરછ માટે હાજર થવા માટે સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ જારી કર્યા છે.
સોનિયા ગાંધીને અગાઉ 8 જૂને હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમને કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે નવી તારીખ આપવા કહેવામાં આવ્યું હતું. તપાસ એજન્સી પહેલાથી જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.