મમ્મી બન્યા બાદ છ મહિના સોનમ કપૂર પિયરમાં જ રહેશે

ફિલ્મી ફંડા

બોલીવૂડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર ટૂંક સમયમાં માતા બનવાની છે. છએલ્લા ઘણા સમયથી તેની પ્રેગનેન્સી ચર્ચાનો વિષય છે. સોનમ પ્રેગનેન્સી અને એના બાળકને લઇને સતત સમાચારોમાં ચમકતી રહે છે. હવે એવા સમાચાર આવ્યા છે કે બાળકને જન્મ આપ્યા બાદ સોનમ છ મહિના પિતા અનિલ કપૂરના ઘરે જ રહેશે.
બાળકના જન્મ બાદ સોનમ કપૂર તેના સાસરે જશે નહીં, પરંતુ તેના પિતાના ઘરે જ રહેશે. એમ તો અનિલ કપૂરના દિલ્હી અને લંડનમાં ઘર છે, પરંતુ સોનમ છ મહિના સુધી તેના પિયરમાં જ રહેશે. સોનમનું આટલો સમય પિયરમાં રહેવાનું કારણ તેનું આવનારું બાળક છે. સોનમના સાસરિયામાં ઓછા સભ્ય છે. તેથી સોનમના પરિવારનું માનવું છે કે પિયરમાં એની અને બાળકની દેખભાળ સારી રીતે થઇ શકશે, જ્યાં એની માતા સુનિતા અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર હશે.
સોનમ કપૂરે આ વર્ષે માર્ચ મહિનામાં પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. આ ઑગસ્ટ મહિનામાં સોનમ પોતાના પહેલા બાળકને જન્મ આપશે. સોનમના પરિવારના બધા સોનમ અને આનંદ આહુજાના આવનાર બાળક માટે ઘણા ઉત્સાહિત છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.