દીકરાને જન્મ આપ્યાના છ દિવસ બાદ સોનમને હોસ્પિટલમાંથી મળી રજા

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે 20 ઓગસ્ટના દિવસે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. આજે એટલે કે શુક્રવારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે દીકરાને લઈને પિતા અનિલ કપૂરના ઘરે પહોંચી હતી, જ્યાં ઘરમાં પ્રવેશતા પહેલા બ્રાહ્મણે વિધિવત પૂજા કરી હતી અને અનિલ કપૂરે મીઠાઈ વહેંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gossip Girl💋👑 (@bolly_newzz)

સોનમ કપૂરની નાની બહેન રેહાએ હોસ્પિટલમાંથી તસવીરો શૅર કરી હતી. રેહા કપૂરની સાથે માતા સુનીતા કપૂર પણ હતા. રેહા કપૂર બહેનના દીકરાને જોઈને એકદમ ભાવુક થઈ ગઈ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.