સોનમ કપૂરના ઘરેથી શુભ સમાચાર આવ્યા, પુત્રને જન્મ આપ્યો

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજા માતાપિતા બની ગયા છે. તેમના ઘરે નાના બાળકની કિલકારીઓ ગુંજી ઉઠી છે. સોનમે આજે પુત્રને જન્મ આપ્યો છે. લાંબા સમયથી સોનમની પ્રેગ્નેન્સી અને તેની ડિલિવરી અંગે ચર્ચા ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર સોનમ, આનંદ કે તેમના પરિવાર તરફથી નહીં પરંતુ રણબીર કપૂરની માતા અભિનેત્રી નીતુ કપૂર તરફથી આવ્યા છે. નીતુ કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના નાના-નાની અનિલ કપૂર અને સુનીતા કપૂરને પણ અભિનંદન પાઠવ્યા છે.
નવા નવા માતાપિતા બનેલા સોનમ અને આનંદે એક મેસેજ શેર કરતા કહ્યું હતું કે તેઓ ખૂબ જ ખુશ છે અને ભગવાનના આભારી છે. તેમણે તમામ ડોકટરો અને નર્સોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે આ માત્ર શરૂઆત છે.


સોનમ કપૂરે વર્ષ 2019માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે પહેલીવાર માતા બની છે. અગાઉ, સોનમ કપૂર અને આનંદ આહુજા વિદેશમાં હતા જ્યાંથી તે ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે માહિતી આપતી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.