સોનાલી ફોગાટ ડેથ કેસનું કોકડું ગોવા પોલીસે ઉકેલ્યુંઃ PA સુધીર અને સુખવિંદરે લિક્વિડમાં મિક્સ કર્યું હતું ડ્રગ, થયા ઘણા રહસ્યમયી ખુલાસા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સોશિયલ મીડિયા સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટના મોત મામલે ગોવા પોલીસે મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સોનાલીને લિક્વિડમાં ડ્રગ્સ મિક્સ કરીને આપવામાં આવ્યું હતું.

આ અંગે ગોવાના આઈજીએ જણાલવ્યું હતું કે, સોનાલી ફોગાટના ભાઈની ફરિયાદ બાદ અમે હત્યાનો કેસ નોંધ્યો હતો અને અમે દરેકના નિવેદન લીધા અને તે સ્થળોની મુલાકાત લીધી, જ્યાં તે ગઈ હતી, આરોપીઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે સોનાલી ફોગાટને બળજબરીથી કોઈ પદાર્થ આપવામાં આવ્યો હતો.

નશીલો પદાર્થ આપવામાં આવ્યા બાદ તેની તબિયત ખરાબ થઈ હતી. આરોપી તેને બાથરૂમમાં લઈ ગયો હતો. 2 કલાક સુધી તેણે શું કર્યું? આ બાબતે આરોપીએ જવાબ આપ્યો નથી, અમે તમામ સીસીટીવી ફૂટેજ જોયા છે અને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.