Sonali Phogat Murder Case: PA સુધીર સાંગવાને ગુનો કબૂલ્યો, સોનાલીને ગુડગાંવથી ગોવા લાવવા રચ્યું હતું ષડ્યંત્ર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સોનાલી ફોગાટ મર્ડર કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ગોવા પોલીસના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આરોપી સુધીર સાંગવાને સોનાલી ફોગાટની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું કબૂલ્યું છે. સુધીર સાંગવાને કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન કબુલ્યું છે કે એક કાવતરા હેઠળ સોનાલી ફોગાટને ગુડગાંવથી ગોવા લાવવામાં આવી હતી છે. પોલીસે જણાવ્યું કે ગોવામાં કોઈ શૂટિંગની કોઈ યોજના નહોતી, સોનાલીને ગોવા લાવવા માટે કાવતરું હતું.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સોનાલી ફોગાટની હત્યાનું કાવતરું ઘણા સમય પહેલા ઘડવામાં આવ્યંન હતું. દરમિયાન ગોવાના સીએમ પ્રમોદ સાવંતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગોવા પોલીસે પુષ્ટિ કરી છે કે આ કેસને સંબંધિત તમામ દસ્તાવેજો મળી આવ્યા છે જે આ હત્યા કેસમાં સુધીર સાંગવાનને દોષિત ઠેરવવા માટે પૂરતા છે. ગોવા પોલીસને વિશ્વાસ છે કે ટ્રાયલ દરમિયાન કોર્ટમાં સોનાલી ફોગાટની હત્યાના આરોપીઓને જવાબદાર ઠેરવી શકાશે.
અહેવાલ મુજબ ગોવા પોલીસ આજે રોહતકમાં આરોપી સુધીર સાંગવાનના ઘરે પણ જઈ શકે છે. આ દરમિયાન સુધીર સાંગવાનના પરિવારની પૂછપરછ થઈ શકે છે. આ સિવાય સુધીરના ઘરની પણ તલાશી લેવામાં આવી શકે છે.
23 ઓગસ્ટે ભજાપના નેતા સોનાલી ફોગટનું ગોવામાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર સોનાલી ફોગાટના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ કેસમાં સોનાલી ફોગટના પીએ સુધીર સાંગવાન અને તેના સાથી સુખવિંદરની ધરપકડ કરવામાં આવી હતી. ગોવા પોલીસે કુર્લીસ રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સ અને બે ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.