Sonali Phogat Death case: ડ્રગ્સ કનેક્શન અંગે પરિવારે જતાવી આપત્તિ! કહ્યું, અમે નથી ઈચ્છતા કે સોનાલીનો કેસ સુશાંત સિંહ રાજપુતના કેસની જેમ ફક્ત કોકડું બનીને જ રહી જાય

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટની મોત હાદ મામલો દિવસે ને દિવસે ગંભીર થઈ રહ્યો છે. આ પ્રકરણે પહેલા સોનાલીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાનું કહેવાઈ રહ્યું હતું. જોકે, સોનાલીના પરિવારે સુધીર પર શંકા જાહેર કરીને ગોવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કરેલી તપાસ દરમિયાન મોતથી પહેલા સોનાલી જે ક્લબમાં હાજર હતી ત્યાંના માલિક અને ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ મામલે ફોગાટના પરિવારનું કહેવું છે કે અમે નથી ઈચ્છતા કે આ મામલો પણ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતના કેસની જેમ ફક્ત કોકડું બનીને જ રહી જાય.

સોનાલીના જેઠ કુલદીપ ફોગાટે જણાવ્યું હતું કે, જે રીતે આ કેસની તપાસ થઈ રહી છે તેનાથી એવું લાગે છે કે ન્યાય ટૂંક સમયમાં મળી જશે. આ મામલો ફક્ત ડ્રગ સુધી સિમિત નથી રહેતો, કારણ કે જો ડ્રગથી મોત થાય તો તરત જ થઈ જાય. સોનાલીને બાથરૂમમાં રાખવામાં આવી હતી અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેને ઈજા પણ પહોંચી હોવાનો ખુલાસો થયો હતો. આથી સ્પષ્ટ છે કે સોનાલીની હત્યા કરવામાં આવી છે. આ એક મર્ડર કેસ છે ડ્રગ કેસ નહીં. ડ્રગ કેસમાં જામીન શક્ય છે. સુશાંત સિંહ રાજપુતના કેસમાં પણ આવું જ થયું છે. આ કેસને પણ સુશાંતના કેસની જેમ બનાવવામાં આવી રહ્યો છે.

સોનાલીના જેઠે વધુમાં જણાવ્યું હતું કે, સુશાંતને રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ આપ્યું હતું, પરંતુ એ હાલમાં જેલમાંથી બહાર છે. આ મામલો હજુ ખતમ નથી થયો. સોનાલીની મોતનો મામલો ડ્રગ્સનું એન્ગલ નથી. તેનું મર્ડર કરવામાં આવ્યું છે. તેને ન્યાય અપાવવા અમારાથી જે બનતું હશે તે કરીશું. સોનાલીના હત્યારાઓને ફાંસી આપવામાં એવી અમારી માગણી છે. જરૂર પડશે તો સીબીઆઈ તપાસની માંગ કરીશું, નાર્કો ટેસ્ટની પણ માંગ કરીશું,

પોલીસે સોનાલીના પીએ સુધીર અને સુખવિંદરને કોર્ટમાં રજૂ કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ગોવાના રહેવાસી નથી. આ સાથે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરી છે. આ પ્રકરણે હજુ કેટલાક લોકો સામેલ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. કોર્ટે 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.