ના હોય! 13 વર્ષના ટેણિયાએ તેના જ પપ્પાનો મોબાઈલ કર્યો હેક, બ્લેકમેલ કરતાં પિતાએ પોલીસનો સાધ્યો સંપર્ક અને પછી જે થયું…

દેશ વિદેશ

Jaipur: રાજસ્થાનના જયપુર શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષના દીકરાએ પોતાના જ માતા-પિતાને સાઈબર એટેકથી ડરાવી દીધા હતાં. આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ તેના પિતાના સોશિયલ મીડિયા એકાઉટ્સ હેક કરીને તેમને ધમકી આપવા લાગ્યો હતો. પિતાએ ડરીને પોલીસ પાસેથી મદદ માંગી અને તપાસ થતાં દીકરાની કરતૂતો સામે આવી હતી. જોકે, પોલીસથી બચવા માટે તેણે ઘણી વાતો ઉપજાવી હતી, પરંતુ અંતમાં તેણે પોતાની ભૂલ માની લીધી હતી.

દીકરાએ તેના પિતાને ડરાવવા માટે હેકિંગનો ઉપયોગ કર્યો હતો. આ મામલો સાઈબર સેલમાં પહોંચ્યો ત્યારે સજાથી અને તપાસથી બચવા માટે તેણે કહ્યું કે હેકર્સે તેને ખાસ પ્રકારનું મ્યુઝિક સંભાવ્યા બાદ હિપ્નોટાઈઝ થઈ ગયો હતો. સાઈબર એક્સપર્ટે કરેલી કાઉન્સિલિંગ બાદ તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો કે આ બધુ તેણે જ કર્યું હતું. મોબાઈલમાં આવા પ્રકારના વારંવાર વીડિયો જોતાં તે પ્રભાવિત થઈ ગયો હતો તેથી તેણે આવી હરકતો કરી હોવાનું સાઈબર એક્સપર્ટે જણાવ્યું હતું.

બાળકે ઘરમાં જાસૂસી માટે ઠેક ઠેકાણે ચિપ લગાવી હતી. પિતાને બ્લેકમેઈલ કરવા માટે વોટ્સએપ પર અપશબ્દો કહેવામાં પણ કોઈ કસર છોડી નહોતી. એટલું જ નહીં હદ તો ત્યારે થઈ જ્યારે દીકરાએ પોતાના પિતાને મેસેજમાં એમ કહ્યું કે, હું તારી ગર્લફ્રેન્ડને જાણું છું. તું મારું કશું બગાડી શકે એમ નથી. હેકર્સ જણાવીને ધમકી દેવામાં બાળકે કોઈ કસર છોડી નહોતી. તેણે મેસેજ કરીને કહ્યું કે, પોલીસ થાણેમાં ફરિયાદ કરવાનો કોઈ ફાયદો નથી. ત્યાં પણ મારા માણસો બેઠા છે. તારા ઘરથી લઈને દરેક જગ્યા સુધી મારું નેટવર્ક છે. બાળકે ગુનો કબૂલ કર્યો ત્યારે તેના પરિજનો આશ્ચર્યમાં મૂકાયા હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.