કર્ણાટકમાં મોબાઈલ ખરીદવાના પૈસા ન આપતા પુત્રએ સાડી વડે ગળું દબાવી માતાની હત્યા કરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પોલીસે શનિવારે એક 26 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી જેણે કથિત રીતે મોબાઈલ ફોન ખરીદવા માટે પૈસા નહી આપતા તેની માતાની હત્યા કરી હતી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ દીપક તરીકે થઈ છે, જે માયલાસાન્દ્રાના લુકાસ લેઆઉટનો રહેવાસી છે .
પોલીસના જણાવ્યા અનુસાર દીપકે કથિત રીતે 1 જૂને તેની માતા ફાતિમા મેરી (50)નું ગળું દબાવી હત્યા કરી હતી. આરોપીની બહેન જૈસ મેરીએ તેની માતાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ફાતિમા મેરી શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તે દિવસે પણ તે રાબેતા મુજબ શાકભાજી લેવા ખેતરમાં ગઇ હતી. જૈસ મેરીએ તેના ભાઈ દીપકને માતાને ખેતરમાંથી પરત લાવવા કહ્યું હતું. થોડા સમય પછી દીપકે તેના પિતાને ફોન કરીને કહ્યું હતું કે માતા રોડની બાજુમાં પડી છે. જોકે, દીપકે પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેણે તેની માતાની હત્યા કરી છે.

દીપકે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે માતાને મળ્યા બાદ તેણે તેના માટે મોબાઈલ ફોન ખરીદવાની માંગ કરી હતી. પરંતુ માતા પાસે પૈસા નહોતા. એટલા માટે તેણે પૈસા આપવાની ના પાડી હતી. જેના પર આરોપીએ ગુસ્સે થઈને માતાનું સાડી વડે ગળું દબાવી દીધું. માતાની હત્યા કર્યા બાદ આરોપી તેની પાસેથી 700 રૂપિયા લઈને ભાગી ગયો હતો.
આ કેસની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે દીપકની ધરપકડ કરી હતી. જ્યારે દીપકની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને જણાવ્યું હતું કે મોબાઈલ ખરીદવાના પૈસા ન આપવાના કારણે તેણે તેની માતાનું ગળું દબાવી હત્યા કરી હતી. હાલ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.