ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલીવૂડની એક્ટ્રેસ આથિયા શેટ્ટી ચાહકોને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આખરે 23મી જાન્યુઆરીએ પરણી ગયા… અને હવે સોશિયલ મીડિયા પર રાહુલે પોસ્ટ કરેલાં એક ફોટોની ચર્ચા થઈ રહી છે. આ ફોટો પર તેના સસરા સુનિલ શેટ્ટીએ પણ કમેન્ટ કરી છે.
View this post on Instagram
100 જણની હાજરીમાં આથિયા અને રાહુલનો લગ્નસમારંભ પાર પડ્યો હતો. બી-ટાઉનના આ સિક્રેટ વેડિંગના ફોટો તો એ જ દિવસે સાંજે વરઘોડિયાઓએ પોસ્ટ કરી દીધા હતા, પણ હવે રાહુલ અને આથિયાની હલદીના ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. ખુદ રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હલદીનો ફોટો પોસ્ટ કર્યો હતો અને તેના પર સુખ એવું કેપ્શનમાં લખ્યું હતું. મજાની વાત તો એ છે કે સસરાજી સુનિલ શેટ્ટીએ પણ જમાઈની આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી.
પોસ્ટ કર્યાના ટૂંક સમયમાં જ આ ફોટો વાઈરલ થઈ હતા અને લોકો ફોટો પર લાઈક્સ અને કમેન્ટનો મારો ચલાવી રહ્યા છે. ખુદ સસરાએ જમાઈની આ પોસ્ટ પર લવની ઈમોજી પોસ્ટ કરી હતી. ક્રિકેટ અને ફિલ્મજગતમાંથી નવદંપતિઓ પર શુભેચ્છાનો વરસાદ વરસાવી રહ્યા છે. ફોટોમાં કેએલ રાહુલ એકમ આનંદી જેખાઈ રહ્યો છે અને ફોટોના કેપ્શનમાં તેણે સુખ એવું લખ્યું હતું.
લગ્ન બાદ હવે કેએલ રાહુલ અને આથિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટ વર્લ્ડના લોકો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવાના છે અને આ રિસેપ્શનમાં અનેક ઉદ્યોગપતિ અને રાજકારણીઓ ઉપસ્થિત રહેશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આથિયા અને રાહુલ છેલ્લાં ચાર વર્ષથી એકબીજા ડેટ કરી રહ્યા હતા. 2019માં એક મિત્રની પાર્ટીમાં રાહુલે આથિયાને પહેલી વખત જોઈ હતી અને આ કોમન ફ્રેન્ડની મદદથી તેણે આથિયા સાથે મિત્રતા કરી હતી. ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને આખરે બંને જણે લગ્ન કરી લીધા હતા.