સોમનાથ તીર્થ શ્રાવણના છેલ્લા સોમવારે શિવમય બન્યું

આપણું ગુજરાત

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ માસના ચોથા સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો હતો. ભક્તોના જય સોમનાથના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું.શ્રી સોમનાથ મહાદેવને પ્રાત: પીતાંબર અને પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવેલ. ભક્તો શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનેલા હતા.

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં હતાં. બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. હર હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઊઠ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવારના કારણે હજારોની સંખ્યામાં ભક્તોએ મહાદેવની પ્રાત: આરતીમાં ભાગ લીધો હતો. વહેલી સવારથી ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે લાઈનમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ તીર્થમાં સૌથી વધુ ભક્તો છેલ્લા સોમવારે જોડાયા હતા. સવારથી હર હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઊઠ્યું હતું. સાથે અંતિમ સોમવારે મેઘરાજાએ અમી વર્ષા કરી સોમનાથ મહાદેવ પર અભિષેક કર્યો હતો. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.