તરુણીએ જીવ ગુમાવ્યો
આજકાલના તરુણ-તરુણીઓને વાત-વાતમાં એકબીજાને ચેલેન્જ કરવાની ઘણી આદત પડી ગઇ છે. આવી જ એક ચેલેન્જમાં રમત રમતમા હસવામાંથી ખસવું થઇ ગયું હતું અને તરુણીએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના તમિલનાડુના ઊટી ખાતે બની હતી. ઊટી મ્યુનિસિપલ ઉર્દુ શાળાના યુવાન વિદ્યાર્થીઓ સોમવારે ટ્રૂથ એન્ડ ડેર ની લોકપ્રિય પરંતુ ખતરનાક ગેમ રમી રહ્યા હતા. આમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રિન્સીપાલની ઑફિસમાં રાખવામાં આવેલી આર્યનની પુષ્કળ પીલ્સ ખાવા માટે કહેવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ચાર છોકરીઓ અને બે છોકરાઓ આ ગેમ રમતા હતા. તેમાંથઈ ઘણા રમતા-રમતા બેહોશ થઇ ગયા હતા, જેને પગલે તેમને ઊટી સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. છઓકરાઓ સ્વસ્થ થઇ ગયા હતા, પણઁ 13 વર્ષની વયની એક તરુણીની તબિયત વધુ કથળી હતી. તેને વધુ સારવાર માટે કોઇમ્બતુર મેડિકલ કૉલેજમાં અને ત્યાર બાદ એડવાન્સ કેર માટે ચેન્નાઇ ખસેડવામાં આવી હતી. જોકે, ચેન્નાઇ લઇ જતી વખતે એમ્બ્યુલન્સમાં તેનું મૃત્યું થયું હતું. ઊટી પોલિસ અને રાજ્ય શિક્ષણ વિભાગે આ કેસની તપાસ શરૂ કરી છે. શાળાના મુખ્ય શિક્ષકને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.