વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના નાગપુર પહોંચ્યા છે . અહીં તેમણે નાગપુર-મુંબઈ ‘ સમૃદ્ધિ એક્સપ્રેસવે’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન વિપક્ષ પર નિશાન સાધતા તેમણે મફતની રાજનીતિ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે કેટલાક પક્ષો મફતની રેવડી આપવાની રાજનીતિથી દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરવા માગે છે.
ઉલ્લેખનીય છે કે નાગપુર મહામાર્ગનો પ્રથમ તબક્કો નાગપુરને અહમદનગર જિલ્લાના શિરડી સાથે જોડે છે અને 520 કિમીનું અંતર આવરી લે છે. આ મહામાર્ગને ‘હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ’ નામ આપવામાં આવ્યું છે. તેની કુલ લંબાઇ 701 કિમી હશે. આ પ્રોજેક્ટ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મગજની ઉપજ છે અને 2015માં જ્યારે તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેની કલ્પના કરવામાં આવી હતી. એકવાર પૂર્ણ થઈ ગયા પછી, એક્સપ્રેસ વે નાગપુરથી મુંબઈની મુસાફરીનો સમય ઘટાડીને સાત કલાક કરી દેશે.
પીએમ મોદીએ નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1ન પણ ઉદ્ઘાટન કર્યું હતું અને ટ્રેનમાં સવારી કરી હતી. તેમણે શહેરમાં મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2નો શિલાન્યાસ પણ કર્યો હતો.
આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્ર માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ મોદીએ અહીં રૂ.75 હજાર કરોડના વિકાસ કામો શરૂ કર્યા છે . તેમણે તેમના સંબોધનમાં અમૃત મહોત્સવના 75 વર્ષમાં 75 હજાર કરોડના વિકાસ કાર્યો માટે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.
રાજ્ય સરકારના કામોની સરાહના કરતાં તેમણે કહ્યું હતું કે, ‘આજની ઘટના એ વાતનો પુરાવો છે કે મહારાષ્ટ્રમાં ડબલ એન્જિન સરકાર કેટલી ઝડપથી કામ કરી રહી છે. સમૃદ્ધિ મહામાર્ગ દ્વારા મુંબઈ અને નાગપુર વચ્ચેનું અંતર ઘટશે, સાથે જ તે મહારાષ્ટ્રના 24 જિલ્લાઓને આધુનિક કનેક્ટિવિટીથી જોડશે. તેમણે સમગ્ર દેશના વિકાસ માટે રાજ્યોના વિકાસને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
કેટલાક પક્ષ દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા માંગે છે, ફ્રીની રાજનીતિ પર પીએમ મોદીનો હુમલો
RELATED ARTICLES