અમારા ધારાસભ્યોને કિડનેપ કરવામાં આવ્યા છે, મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ શરૂ! સંજય રાઉતે ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની બળવાખોરી બાદ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપે મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ શરૂ કરી દીધુ છે.

ભાજપે અમારા કેટલાક ધારાસભ્યોને કિડનેપ કર્યા છે. ધારાસભ્યો મુંબઈમાં પરત આવવા ઇચ્છે છે, પણ તેમને ત્યાંથી જવા દેવામાં આવી રહ્યા નથી. રાજ્યમાં જે સ્થિતિ ઉત્પન્ન થઇ છે તે માટે ભાજપે ષડ્યંત્ર રચ્યું છે.

રાજ્યમાં જે પરિસ્થિતિ છે તેમાંથી શિવસેના જલદી બહાર આવશે. કોઇ ભલે કંઇપણ કહેતુ રહે, પણ અમારુ ગઠબંધન નહીં તૂટે. રાઉતે આગળ કહ્યું હતું કે એકનાથ શિંદેના મનમાં કોઇ ગેરસમજ હોય તો તેને પણ દૂર કરી શકાય છે.
એટલે અમે તેમને મુંબઈ આવવાની અને અમારી સાથે ચર્ચા કરવાની અપીલ કરી છે. રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં સતત સરકાર પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

મહારાષ્ટ્રને બદનામ કરવામાં આવી રહ્યું છે. મુંબઈમાં કબજો કરવા માટે શિવસેનાને નબળી પાડવાનું આ ષડ્યંત્ર સફળ નહીં થાય. મહારાષ્ટ્રમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પેટર્ન નહીં ચાલે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.