નાની ઉંમરમાં વાળ સફેદ થવાની છે સમસ્યા તો અપનાવો આ નુસ્ખા

સ્પેશિયલ ફિચર્સ

સામાન્યપણે આપણે વૃદ્ધાવસ્થાની નજીક આવીએ તેમ વાળ સફેદ થવા લાગે છે, પરંતુ નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા ઘણા યુવાનોને થઈ રહી છે. ઘણા લોકો ખરતા વાળને છુપાવવા માટે કેમિકલ બેસ્ડ હેર ડ્રાયનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી વાળમાં શુષ્કતા આવી જાય છે અને તેમાં રહેલા કેમિકલ વાળને નુકસાન પહોંચાડે છે.

અમુક કેસમાં વાળ વ્હાઈટ થવા પાછળ જેનેટીક કારણ હોઇ શકે છે, પરંતુ મોટાભાગે આપણી બગડતી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ સાથે જોડાયેલી હોય છે. જો યોગ્ય ખાનપાન દ્વારા વાળને પોષણ ન આપવામાં આવે તો નાની ઉંમરમાં જ વાળ ખરવાનુ લગભગ નક્કી છે.

 

કરી પત્તાનો ઉપયોગ સામાન્ય રીતે સાઉથ ઈન્ડિયન ડિશિશમાં કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આની મદદથી વ્હાઈટ વાળ ફરીથી કાળા કરી શકાય છે. જેમાં બીટા, કેરોટીન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત કરી પત્તામાં વિટામિન્સ, કેલ્શિયમ, ફાસ્ફોરસ, આયરન અને ફોલિક એસિડ હોય છે. જો આ પાનની પેસ્ટ બનાવીને રેગ્યુલર વાળમાં લગાવવામાં આવે તો ખરતા વાળ કાળા કરી શકાય છે.

 

આમળાના ઔષધિય ગુણોથી આપણે બધા વાકેફ છીએ. જો કોઈ માણસ દરરોજ એક ગ્લાસ આમળાનુ જ્યુસ પીશે તો તેના વાળ પ્રાકૃતિક અને અંદરથી કાળા થવા લાગશે અને આ સાથે તેના શરીરની ઈમ્યુનિટી પણ બૂસ્ટ થશે. આ ઉપરાંત આમળા પાઉડરને મહેંદી સાથે મિલાવીને વાળમાં લગાવશો તો હેર ગ્રોથ સારો રહેશે.

વાળને સફેદ થવા અને નબળા થવાથી બચાવવા માટે આ જરૂરી છે કે તમે પોતાના ડેલી ડાયટમાં કેટલાંક ખાટ્ટા ફળોનો સમાવેશ કરો. તમે લીંબુ, નારંગી જેવા ફળોનુ સેવન કરી શકો છો, જેની અસર થોડા દિવસમાં જોવા મળે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.