તેર વર્ષની મહેનત બાદ બનાવી સોલાર કાર: શિક્ષકે કરી કમાલ

પુરુષ

ફોકસ-પ્રથમેશ મહેતા

વિશ્ર્વમાં જ્યારે જ્યારે ભવિષ્યમાં આવનારી કાર વિષે વાત થાય છે ત્યારે ત્યારે કોઈ પ્રકારના ઈંધણ વિના સૌર ઊર્જાથી ચાલતી કાર વિષે વાત થાય છે, પણ કેટલાક લોકો ભવિષ્યને વર્તમાનમાં જ સાકાર કરી લેતા હોય છે. આપણને વધારે આનંદ ત્યારે થાય જ્યારે ભારતના નાગરિકો આ કમાલ કરી બતાવે. આજે આપણા દેશમાં અનેક લોકો એવા પ્રયોગો કરી રહ્યા છે જે પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ હોય. એવા જ એક પ્રતિભાશાળી કાશ્મીરના ગણિત શિક્ષક બિલાલ અહેમદ છે, જેઓ જૂની કારને તેર વર્ષની મહેનત બાદ, એક સોલાર કારમાં પરિવર્તિત કરીને રાતોરાત કાશ્મીર સહિત આખા દેશમાં મશહૂર થઈ ગયા.
આપણા દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. વધતી જતી માગ સાથે ઘણી કંપનીઓ એમની ઊટ મોડલની કાર તેમ જ બાઈક લોન્ચ કરી રહી છે. કદાચ ૨૦૦૯માં ભાગ્યે જ કોઈ પ્રાકૃતિક ઊર્જાનો ઉપયોગ કરીને કાર ચલાવવાનું વિચારતું હશે, પણ બિલાલ અહેમદે એ જ વર્ષોમાં ઊટ કાર બનાવવાનું વિચારી લીધું હતું.
લગભગ તેર વર્ષની મહેનત બાદ બિલાલે પોતાના ઘરે જ સોલાર કાર તૈયાર કરી. દૂરથી એમની કારના દરવાજા ખુલ્લા જોતાં તમને ટ્રાન્સફોર્મર્સ પિક્ચરની યાદ આવી જાય. એમની આ કાર બધાં જ આધુનિક ઉપકરણોથી સજ્જ અને ઓટોમેટિક છે.
બિલાલે પોતાની ૧૯૯૮ની નિસાન માઇક્રા કારના બેઝ મોડલને ઊટ કારમાં બદલ્યું છે. તેઓ કહે છે, ‘મને આ કારની ડિઝાઇન પસંદ આવી. મને થયું કે આ ડિઝાઇન મારા પ્રોજેક્ટ માટે એકદમ બરાબર છે, પરંતુ આ કારમાં મોટરને ગિયર સાથે જોડવાનું કામ મારા માટે ખૂબ મુશ્કેલ હતું. પછી મેં આમાં સોલાર પેનલ લગાવી.’
દરેક રીતે આધુનિક છે
આ સોલાર કાર
બિલાલની કારનો બહારનો લગભગ આખો ભાગ કાળા રંગની સોલાર પેનલથી ઢંકાયેલો છે. આ સોલાર પેનલની વિશેષતા એ છે કે તે તડકાની દિશામાં આપમેળે ફરી જાય છે. આ વાત આ કારને વધારે ખાસ બનાવે છે, કારણ કે કાશ્મીર જેવા પ્રદેશમાં જ્યાં શિયાળામાં વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આવી સોલાર પેનલ ખૂબ ઉપયોગી થઈ પડે. સામાન્ય સોલાર પેનલ આવી ઋતુમાં ૨૦થી ૩૦ ટકા કામ કરે છે. એટલે એમણે મોનોક્રિસ્ટલાઇન સોલાર પેનલોનો ઉપયોગ કર્યો છે, જે ઓછા તડકામાં પણ સારી રીતે કામ કરે છે.
આ કાર એક ઉચ્ચ કિલોવોટ મોટરથી સંચાલિત થાય છે અને રોડ પર એક સામાન્ય કારની જેમ જ ચાલે છે. આ સોલાર કારમાં પાંચ વ્યક્તિ આરામથી બેસી શકે છે. બિલાલે કારમાં ચાર્જ થઈ શકે તેવી એક બેટરી પણ લગાવી છે, એટલે તેને કોઈ પણ ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ કરી શકાય છે.
બિલાલે કહ્યું કે એમની કાર આજની દરેક આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. આમ છતાં આની કિંમત બજારમાં મળતી બીજી ઊટ કારથી ખૂબ ઓછી છે. બિલાલ કહે છે જો આને વધુ સંખ્યામાં બનાવવામાં આવે તો એની કિંમત માત્ર છથી આઠ લાખની આસપાસ થશે. જોકે એમને આ કાર બનાવવામાં પંદર લાખનો ખર્ચ થયો, એનું કારણ એ છે કે એમણે આટલાં વર્ષોમાં ઘણા પ્રયોગો કરીને આ કાર બનાવી છે.
બિલાલે બીજી પણ ઘણી શોધ કરી છે
વર્ષ ૨૦૦૯માં કાર બનાવતાં પહેલાં બિલાલ અહેમદે કઙૠ નિયંત્રણ સુરક્ષા ઉપકરણ બનાવ્યું હતું અને એને પેટન્ટ પણ કરાવ્યું હતું. જો કોઈ વ્યક્તિ ગેસનું રેગ્યુલેટર બંધ કરવાનું ભૂલી જાય તો બિલાલનું કઙૠ કંટ્રોલ ડિવાઇસ ગેસને બંધ કરી દે છે. આ ડિવાઇસને રિમોટ દ્વારા ફોનથી, ગમે ત્યાંથી કંટ્રોલ કરી શકાય છે. આ અદ્ભુત મશીન બનાવ્યા પછી એમણે સામાન્ય જનતા માટે પ્રાકૃતિક સાધનથી ચાલવાવાળી કાર બનાવવાનું વિચાર્યું. ત્યારથી સોલાર કારના આવિષ્કારનું કામ શરૂ થયું.
બિલાલ કહે છે કે શરૂઆતમાં એમણે દિવ્યાંગો માટે કાર બનાવવાનું વિચાર્યું હતું જે હાઇડ્રોજન ગેસથી ચાલે, પરંતુ થોડા મહિના બાદ અમુક આર્થિક સંકટને કારણે એમણે આ પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો. તેઓ કહે છે, ‘હું હંમેશાં સમાજ માટે કંઈક સારું કરવા માગતો હતો. હું હંમેશાં વિચારતો કે આધુનિક સમયમાં સામાન્ય લોકો માટે પરિવહનનું કોઈ સસ્તું અને સસ્ટેનેબલ સાધન હોવું જોઈએ. આમ મેં ૨૦૦૯ની સાલમાં આ ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત મારા ઘરના વાડામાં કરી. સંસાધનોની અછત એ કાશ્મીરમાં સૌથી મોટી અડચણ હતી. આ કાર બનાવતી વખતે મને ઉપકરણ ખરીદવાની મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સ્થાનિક બજારોમાં કોઈ પ્રોડક્ટ ખરીદવામાં મારો ઘણો સમય અને પૈસા ખર્ચાઈ જતા હતા. એટલે ઘણી વાર હું જૂની વસ્તુ વાપરી લેતો. ઘણી વાર અમુક વસ્તુ ઓનલાઇન મગાવતો. એક વાર તો એક સેંસર ખરીદવામાં મને એક વર્ષથી પણ વધારે સમય લાગ્યો હતો!’
આમ ગાડીના પ્રોજેક્ટને ડિઝાઇન કરતાં એમને સાત વર્ષ લાગી ગયાં. તેઓ ફીડબેકના આધારે પોતાની ઇલેક્ટ્રિક કારમાં નાનામોટા બદલાવ કરતા રહેતા. અંતે વર્ષોની મહેનત રંગ લાવી અને એમની બનાવેલી કાર આખા કાશ્મીર સહિત દેશભરમાં લોકપ્રિય થઈ ગઈ. ઘણા રાજનેતાઓથી લઈને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લા જેવી પ્રમુખ હસ્તીઓએ આ શિક્ષકના નવીન પ્રયાસનાં વખાણ કર્યાં છે, પરંતુ બિલાલ હજી પણ રોકાયા નથી. તેઓ હજી પણ આ કારમાં અમુક બદલાવ કરવા માગે છે, જેથી સામાન્ય માણસના વપરાશ માટે આ એક શ્રેષ્ઠ કાર બને.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.