સોના-ચાંદીમાં નરમાઇ જોવા મળે: શૅરબજાર બેતરફી ચાલ બતાવી શકે

વેપાર વાણિજ્ય

ગ્રહ સંકેત -વિનોદ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગો અને ખગોલિક સ્થિતિ
આ સપ્તાહમાં બુધ અને નેપ્ચ્યુનનો ત્રિકોણ યોગ બને છે અને શુક્ર અને રાહુનો કેન્દ્ર યોગ બને છે. શુક્ર હર્ષલ સાથે પણ કેન્દ્રયોગમાં છે.
આ ગ્રહયોગો બજારને કઇ દિશા આપશે તે જોઇએ…
શૅરબજાર: આ સપ્તાહમાં શૅરબજારમાં શરૂઆત સામાન્ય મજબૂતાઇથી થઇ શકે છે. બજારમાં વેચીને વેપાર કરતા જવો હિતાવહ છે. સપ્તાહની શરૂઆતમાં વેચાણ દરેક ભાવે કરી શકાય. સપ્તાહની શરૂઆત અને મધ્યના દિવસોમાં બેતરફી બજાર રહી શકે છે. મધ્યના દિવસોમાં નફારૂપી લેવાલી આવતા બજાર બેતરફી ચાલી શકે છે. માટે નફો બુક કરતાં જવો. સપ્તાહના અંતિમ દિવસોમાં બેતરફી ચાલી શકે છે. માટે નફો બુક કરતાં જવો. સપ્તાહના અંતિમ દિવસોમાં પણ બજારની ચાલ બેતરફી રહે પણ ઊંચા મથાળે વેચીને વેપાર ગોઠવવો લાભદાયી રહે. આ સપ્તાહમાં દરેક ઉછાળે વેચીને વેપાર કરવાથી લાભ મળી શકે છે. આ સપ્તાહમાં રિલાયન્સ, બૅન્ક, ફાયનાન્સ સેક્ટરમાં વધઘટ જોવા મળી શકે.
સોના-ચાંદી: આ સપ્તાહમાં સોના અને ચાંદી વાયદા અને હાજર બજાર નરમ રહી શકે છે. સોના અને ચાંદી વાયદા હાજરમાં આ સપ્તાહના શરૂઆતના દિવસથી જ બજારમાં વેચીને વેપાર ગોઠવવાથી લાભ મળી શકે છે. સપ્તાહના શરૂઆતના દિવસોમાં અને મધ્યના દિવસોમાં બજારમાં વેચવાલી આવી શકે છે. સપ્તાહની મધ્યમાં નફારૂપી લેવાલી આવતા ભાવમાં સામાન્ય મજબૂતાઇ જોવા મળે. નફો બુક કરતાં જવો. સોના અને ચાંદીમાં સપ્તાહની મધ્યના દિવસમાં સોના અને ચાંદીમાં મજબૂતી જોવા મળે. બજારમાં નરમ ધ્યાન રાખીને વેપાર કરવો. પણ વધઘટ બન્ને સાઇડ આવી શકે છે માટે નફો બુક કરતાં જવો. આ સપ્તાહમાં દરેક ઊંચા ભાવે વેચીને વેપાર કરવો લાભદાયી થઇ શકે છે. સપ્તાહનાં અંતિમ દિવસોમાં સોના ચાંદી બજારમાં નરમ ભાવ જોવા મળે. એક કે બે દિવસ ઝડપી લેવાલી આવતાં સારી નરમાઇ જોવા મળે.
ક્રૂડ ઓઇલ: આ સપ્તાહમાં ક્રૂડ ઓઇલમાં મજબૂત ભાવ જોવા મળે. ક્રૂડ ઓઇલમાં ભાવ મજબૂતાઇ બતાવી શકે છે. ક્રૂડ ઓઇલમાં શરૂઆતના દિવસથી સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવવો. આ સપ્તાહના શરૂઆતના દિવસોમાં સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવતાં જવો. સપ્તાહના મધ્યના દિવસમાં બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. આ સપ્તાહમાં શરૂઆતના દિવસોથી મજબૂત ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં નવી લેવાલી આવતાં બજાર મજબૂત રહી શકે છે. આ સપ્તાહમાં ક્રૂડ ઓઇલમાં મજબૂત ભાવ રહી શકે છે.
કોમોડિટી: કોમોડિટી બજારની શરૂઆત મજબૂત ભાવથી થાય. સિંગતેલ તેલ, કપાસિયા તેલ, એરંડા, તેલીબિયા અને દીવેલમાં સપ્તાહની શરૂઆત મજબૂત ભાવથી થાય. સપ્તાહની શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર ગોઠવતાં જવો. આ સપ્તાહમાં તેલ, તેલીબિયા, કપાસીયા, એરંડા, દીવેલ, તેલમાં તેજી ધ્યાન રાખીને વેપાર દરેક ભાવે કરવો. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક કરતાં જવું લાભદાયી રહે. આ દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય નરમાઇ અથવા સાંકડી વધઘટ જોવા મળે. પણ મંદીનો વેપાર કરવો નહીં. કપાસિયા, એરંડા અને દીવેલ, તેલમાં આ સપ્તાહમાં નવી લેવાલી આવતા હાજર અને વાયદામાં મજબૂતાઇ જોવા મળે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.