સોનાચાંદીમાં નરમ વલણ: વાયદા બજારમાં સટ્ટાકીય કામકાજને કારણે સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ડોલરની સતત મજબૂતી વચ્ચે બુલિયન માર્કેટમાં નિરસ હવામાન યથાવત રહ્યું હતું. જોકે, વાયદા બજારમાં સટ્ટાકીય કામકાજ વચ્ચે સોનામાં સુધારો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલવરના ભાવ અનુક્રમે ૧૭૨૬ ડોલર પ્રતિ ઔંશ અને ૧૮.૯૮ ડોલર પ્રતિ ઔંશની સપાટીએ લેટ રહ્યાં હતા અને સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી હતી.
બુલિયન ડીલરના જણાવ્યા અનુસાર વિશ્ર્વબજારમાં ડોલર ઇન્ડેક્સ વીસ વર્ષની નવી ઊંચી સપાટીએ પહોંચતા સોનાનો અપટ્રેન્ડ રૂંધાઇ ગયો હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વર બંનેમાં ભાવ ફ્લેટ રહ્યાં હતાં.
સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચના શુદ્ધ સોનાનો ભાવ રૂ. ૫૦,૮૭૮ના પાછલા બંધ સામે રૂ. ૫૦,૬૫૬ની સપાટીએ ખૂલ્યા બાદ અંતે ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮ના ઘટાડા સાથે રૂ. ૫૦,૮૦૦ની સપાટીએ સ્થિર થયું હતું. એ જ રીતે, ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું પણ રૂ. ૫૦,૯૭૩ના પાછલા બંધ સામે રૂ. ૫૦,૬૭૪ની સપાટીએ ખૂલીને અંતે ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૭ના ઘટાડા સાથે રૂ. ૫૦,૫૯૭ની સપાટીએ બંધ રહ્યું હતું. ૫૬૦૯૭ ૫૫૮૮૮ ૨૩ ૫૬૦૭૪
હાજર .૯૯૯ ટટની ચાંદી એક કિલોદીઠ રૂ. ૫૬,૦૯૭ના પાછલા બંધ સામે રૂ. ૫૬,૮૮૮ની સપાટીએ ખૂલીને અંતે રૂ. ૨૩ના ઘટાડા સાથે રૂ. ૫૬,૦૭૪ની સપાટીએ સ્થિર થઇ હતી. વાયદા બજારમાં સટોડીયા વર્ગે નવા ઓળિયા ઊભા કર્યા હોવાથી ઓગસ્ટ ડિલિવરીનું સોનું ૧૦ ગ્રામે રૂ. ૮૩ના સુધારા સાથે ૫૦,૫૪૦ હોલાયું હતું. દિલ્હી સર્રાફા બજારમાં ચાંદી કિલોદીઠ રૂ. ૧૬૧ના સુધારા સાથે રૂ. ૫૬,૧૭૯ બોલાઇ હતી. જોકે, સોનું રૂ. ૮૫ના ઘટાડા સાથે રૂ. ૫૦,૪૮૭ બોલાયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.