ટીન, નિકલ, ઝિન્ક અને કોપરની અમુક વેરાઈટીઓમાં નરમાઈ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા હેઠળ ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક ધાતુ બજારમાં પણ આજે ખાસ કરીને ટીન, નિકલ, ઝિન્ક સ્લેબ અને કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૩૮નો ઘટાડો આવ્યો હતો, જ્યારે માત્ર લીડ ઈન્ગોટ્સ અને બ્રાસ શીટ કટિંગ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી તેમ જ વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૫ અને રૂ. ૨ નો સુધારો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. લંડન મેટલ એક્સચેન્જ ખાતે ગઈકાલે એલ્યુમિનિયમમાં પુરવઠાખેંચની ભીતિ વચ્ચે ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે સત્રના આરંભે ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકાના પ્રત્યાઘાતી ઘટાડા સાથે ટનદીઠ ૨૪૦૩.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય ઝિન્કના ભાવ ૧.૧ ટકા અને કોપરના ભાવ ૦.૪ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ધાતુ બજારમાં આજે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૩૮ ઘટીને રૂ. ૨૧૫૦, નિકલના ભાવ રૂ. ૩૦ ઘટીને રૂ. ૧૯૦૦, ઝિન્ક સ્લેબના ભાવ રૂ. ૧૦ ઘટીને રૂ. ૩૨૦, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૮ ઘટીને રૂ. ૬૦૦, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૬૫૭, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને રૂ. ૬૫૪ અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૬૬૩ના મથાળે રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.