છોડ દ્રુમોં કી મૃદુ છાયા, તોડ પ્રકૃતિ સે ભી માયા

વીક એન્ડ

ઝાકળની પ્યાલી-ડૉ. એસ. એસ. રાહી

દોડતી નદિયો!
ઈસ પાર-ઉસ પાર ભી દેખો,
જહાં ફૂલોં કે ફૂલ,
સુનહલે ધાન કે ખેત હૈં!
કલ-કલ – છલ-છલ
અપની હી વિરહ-વ્યથા
પ્રીતિ-કથા કહતે,
મત ચલી જાઓ!
– સુમિત્રાનંદન પંત
વીસમી સદીના પૂર્વાર્ધનો સમય છાયાવાદી હિન્દી કવિઓના ઉત્થાનનો વખત હતો. તે સમયે અલ્મોડા નિવાસી વરિષ્ઠ કવિ સુમિત્રાનંદન પંત હિન્દી સાહિત્યમાં નવા યુગના પ્રવર્તકના રૂપમાં છવાઈ ગયા હતા. આ યુગને જયશંકર પ્રસાદ, મહાદેવી વર્મા, સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ અને રામકુમાર વર્મા જેવા પ્રકૃતિ ઉપાસક અને સૌંદર્ય પૂજક કવિઓના યુગ તરીકે ઓળખવામાં આવે છે. સુમિત્રાનંદન પંતનાં કાવ્યોનું પ્રકૃતિ ચિત્રણ આ બધામાં સર્વશ્રેષ્ઠ અને દીવાદાંડી સમાન છે. તેમનો જન્મ બરફથી આચ્છાદિત પર્વતોની વચ્ચે વસેલા આકર્ષક નગર અલ્મોડામાં થયો હતો. ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય તેમના આત્મામાં આત્મસાત્ થયું હતું. ઝરણાં, બરફ, પુષ્પ, વેલ, ભ્રમરનું ગુંજન, ઉષાનાં કિરણો, ઠંડો પવન, ગગનમાંથી ઊતરતી સંધ્યાની લાલિમા- આ બધું તેમની કવિતામાં વણાઈ ગયું છે. નિસર્ગનું પ્રતીક અને બિમ્બના રૂપનો પ્રયોગ તેમનાં કાવ્યોની વિશેષતા રહી છે. પ્રકૃતિનું સાહચર્ય અને નિસર્ગનું તાદાત્મ્ય તેમના વ્યક્તિત્વની મુખ્ય વિશેષતા છે.
સુમિત્રાનંદન પંતનો જન્મ ૨૦ મે ૧૯૦૦ના અલ્મોડા જિલ્લાના કૌસાની ગામમાં થયો હતો. તેમના જન્મના માત્ર ૬ કલાક પછી તેમની માતાનું અવસાન થયું હતું. આ બાળકના ઉછેરની જવાબદારી તેમના દાદીમાએ લીધી હતી. આ બાળકનું નામ ગુસાઈ દત્તા રાખવામાં આવ્યું. સાત ભાઈ-બહેનોમાં તે સૌથી નાના હતા.
તેમણે પ્રારંભિક શિક્ષણ અલ્મોડામાં લીધું. ૧૯૧૮માં તેઓ તેમના એક ભાઈ સાથે કાશી ચાલ્યા ગયા અને ત્યાં મેટ્રિક થયા. ત્યાર પછી તેઓ ઈલાહાબાદ વસી ગયા. તેમને તેમનું નામ પસંદ નહોતું. આથી તેમણે જાતે જ તેમનું નામ સુમિત્રાનંદન પંત ધારણ કરી લીધું. ત્યાં તેમણે મ્યોર કૉલેજમાં ઈન્ટરમાં પ્રવેશ લીધો. તે અરસામાં મહાત્મા ગાંધીજીના આહ્વાનને માન આપી તેમણે કૉલેજનું ભણતર છોડી દીધું. તેમણે ઘરમાં જ હિન્દી, સંસ્કૃત, બંગલા અને અંગ્રેજીનું અધ્યયન કર્યું.
ચોથા ધોરણમાં ભણતી વખતે માત્ર ૭ વર્ષની કુમળી વયે તેમણે કવિતા લખવાનું શરૂ કર્યું હતું. ઈ.સ. ૧૯૦૭થી ૧૯૧૮ સુધી તેમણે લખેલાં કાવ્યો તેમના જીવનનો પ્રથમ તબક્કો હતો. આ દરમિયાન લખાયેલી કવિતા ‘વીણા’માં સંકલિત કરાઈ છે. ૧૯૨૨માં ‘ઉચ્છ્વાસ’ અને ૧૯૨૮માં ‘પલ્લવ’નું પ્રકાશન થયું. ‘ગ્રંથિ’, ‘ગુંજન’, ‘ગ્રામ્યા’, ‘યુગાંત’, ‘સ્વર્ણ-કિરણ’, ‘સ્વર્ણ ધૂલિ’, ‘કલા ઔર બુઢા ચાંદ’, ‘લોકાયતન’, ‘નિદેબરા’, ‘સત્યકામ’, તેમની જાણીતી કૃતિઓ છે. તેમના જીવનકાળ દરમિયાન તેમના કુલ ૨૮ પુસ્તકો પ્રકાશિત થયાં. જેમાં કવિતા ઉપરાંત પદ્યનાટક અને નિબંધનો સમાવેશ થાય છે. પંતસાહેબના આ પ્રદાનને લીધે તેઓ વિચારક, દાર્શનિક અને માનવતાવાદીના રૂપમાં વિશેષ ઉજાગર થયા હતા. તેમના જીવનના છેલ્લાં વર્ષોમાં રચાયેલી તેમની કવિતામાં અરવિંદ દર્શન અને માનવ કલ્યાણની ભાવનાઓનું આલેખન થયું છે.
‘કલા ઔર બુઢા ચાંદ’ માટે તેમને ૧૯૬૦નો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. ‘ચિદમ્બરા’ માટે આ કવિને ૧૯૬૮નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો હતો. સોવિયેત લેન્ડ નહેરુ પારિતોષિક ઉપરાંત કેટલાંક પ્રતિષ્ઠિત સન્માન તેઓશ્રીને મળ્યાં હતાં. આ સર્જકે જ્યાં તેમના બાળપણના દિવસો પસાર કર્યા હતા તે કૌશાની ગામમાં તેમના જૂના ઘરમાં કાયમી સંગ્રહસ્થાન ઊભું કરાયું છે. જેમાં તેમની અંગત વસ્તુઓ જેવી કે વસ્ત્રો, પત્રો, છાયાચિત્રો, પુરસ્કારો-સન્માન પત્રો, પુસ્તકો, મૂળ હસ્તપ્રતો વગેરે પ્રદર્શન માટે મુકાયાં છે. આ સંગ્રહાલયનું નામ “સુમિત્રાનંદન પંત વીથિકા’ રાખવામાં આવ્યું છે.
કોઈ પણ કવિ ભલે નિરાશા-હતાશા, વેદના-વ્યથાનાં કરુણ ગીતો ગાતો હોય પણ તેના હૃદયના ખૂણામાં ઊંડે ઊંડે આશા, તમન્ના, ઉમ્મીદ, અભિલાષાની ચાંદની ધરબાયેલી પડી હોય છે. આ પ્રકારની લાગણીઓ કવિઓને જીવવા માટેનો સહારો બની જતી હોય છે. પંતસાહેબ આશાવાદી તેમ જ આસ્થાવાદી કવિ હતા. તેમની દર્દીલી કવિતામાં પણ આનંદ ઉત્સવનો રણકાર સંભળાતો હતો. ‘૧૫ ઑગસ્ટ ૧૯૪૭’ શીર્ષક ધરાવતી નાનકડી કવિતામાં ભારતને આઝાદી મળી તે પછીના દિવસો-વર્ષો કેવા હશે તેની કલ્પના કરી છે. નવજીવનનાં દીપકો હંમેશાં ઝળહળતા રહે અને તેનું અજવાળું ચોમેર ફેલાતું રહે તેવું તેમણે કાવ્યમય આલેખન કર્યું છે. તે કવિતામાં હવે પ્રવેશ કરીએ:
ૄૄૄ
નવ સ્વતંત્ર ભારત હો, જગ-હિત જ્યોતિ જાગરણ,
નવ પ્રભાત મેં સ્વર્ણ-સ્નાત હો ભૂ કા પ્રાંગણ!
નવ જીવન કા વૈભવ જાગ્રત હો જનગણ મેં,
આત્મા કા ઐશ્ર્વર્ય અવતરિત માનવ મન મેં!
રક્ત સિક્ત ધરણી કા હો દુ:સ્વપ્ન સમાપન,
શાન્તિ પ્રીતિ સુખ કા ભૂ-સ્વર્ગ ઉઠે સુર મોહન!
ભારત કા દાસત્વ દાસતા થી ભૂ-મન કી,
વિકસિત આજ હુઈ સીમાએં જગ-જીવન કી!
ધન્ય આજ કા સ્વર્ણ દિવસ, નવ લોક-જાગરણ!
નવ સંસ્કૃતિ આલોક કરે, જન ભારત વિતરણ!
નવ-જીવન કી જ્વાલા સે દીપિત હોં દિશિ ક્ષણ,
નવ માનવતા મેં મુકુલિત ધરતી કા જીવન!
ૄૄૄ
વિશ્ર્વની અજાયબ ગણાતી વિરાસત ‘તાજમહેલ’ વિશેની કવિતા પંતજીએ ઈ.સ. ૧૯૩૫ના ઑક્ટોબર માસમાં રચી હતી. લોકપ્રિય- જાણીતા શાયર સાહિર લુધિયાન્વીએ પણ આ ઐતિહાસિક ઈમારત વિશે ધારદાર નઝમ રચી હતી. અમેરિકાના એક રાજદૂત હિન્દુસ્તાન આવ્યા હતા. તેઓ આગ્રામાં તાજમહેલ જોવા જવાના હતા, પણ તે પહેલાં તેમણે સાહિરની નઝમનો તરજુમો સાંભળ્યો હતો. પરિણામે તેમણે તાજમહેલની મુલાકાત લેવાનું માંડી વાળ્યું હતું. સાહિરની નઝમનો એક ટુકડો જુઓ:
ૄૄૄ
યે ચમનઝાર, યે જમના કા કિનારા, યે મહલ,
યે મુનકકશ દરો-દીવાર, યે મેહરાબ, યે તાક,
ઈક શહનશાહ ને દૌલત કા સહારા લેકર,
હમ ગરીબોં કી મોહબ્બત કા ઉડાયા હૈ મઝાક,
મેરી મહબૂબ કહીં ઔર મિલાકર મુઝસે!
ૄૄૄ
સુમિત્રાનંદજીની ‘તાજ’ શીર્ષક હેઠળની કવિતા આસ્વાદ્ય છે:

હાય! મૃત્યુ કા ઐસા અમર, અપાર્થિવ પૂજન?
જબ વિષણ્ણ, નિર્જીવ પડા હો જગ કા જીવન!
સંગ-સૌધ મેં હો શૃંગાર મરણ કા શોભન,
નગ્ન ક્ષુધાતુર, વાસ-વિહીન રહેં જીવિત જન?

માનવ! ઐસી ભી વિરક્તિ કયા જીવન કે પ્રતિ?
આત્મા કા અપમાન, પ્રેત ઔર છાયા સે રતિ!!
પ્રેમ-અર્ચના યહી, કરેં હમ મરણ કો વરણ?
સ્થાપિત કર કંકાલ, ભરેં જીવન કા પ્રાંગણ?
શબ કો દેં હમ રૂપ, રંગ, આદર માનવ કા,
માનવ કો હમ કુત્સિત ચિત્ર બના દેં શવ કા?

ગત-યુગ કે બહુ ધર્મ-રૂઢિ કે તાજ મનોહર
માનવ કે મોહાંધ હૃદય મેં કિયે હુવે ઘર!
ભૂલ ગયે હમ જીવન કા સંદેશ અનશ્ર્વર,
મૃતકોં કે હૈં મૃતક, જીવતોં કા હૈ ઈશ્ર્વર!
ૄૄૄ
આ લયાત્મક કવિતાની એક એક પંક્તિમાં કવિએ માનવજગતને સંદેશો આપ્યો છે. જે મૃત્યુ પામ્યાં છે તો નહીં પણ જે જીવંત છે તે માનવનો મહિમા કરવાનો ઈશારો અત્રે કરાયો છે.
હિમાલયમાંથી અવતરી ઉત્તરાખંડમાંથી નીકળતી ૨૫૨૫ કિલોમીટર લાંબી ગંગા નદી હિન્દુસ્તાનની ઓળખ અને ગરિમા સમાન છે. આ પવિત્ર ગંગા નદીને માતાનું બિરુદ અપાયું છે. તેના કાંઠે ભારતની સંસ્કૃતિનો વિકાસ થતો રહ્યો છે. ગંગા નદી આસ્થાનું પ્રતીક છે. કવિ સુમિત્રાનંદનજી ગંગાને ભૂલ્યા નથી. ‘ગંગા’ શીર્ષક હેઠળની ગીતકવિતામાં તેમણે ગંગાનો મહિમા ગાયો છે અને તેનાં પોખામણાં કર્યા છે. તેમાં હવે ડોકિયું કરીએ:
અબ આધા જલ નિશ્ર્ચલ, પીલા,
આધા જલ ચંચલ ઔર નીલા,
ગીલે તન પર મૃદુ સંધ્યાતપ,
સિમટા રેશમ પટ સા ઢીલા.
યહ ભૌગોલિક ગંગા પરિચિત,
જિસ કે તટ પર બહુ નગર પ્રથિત,
ઈસ જડ ગંગા સે મિલી હુઈ
જન ગંગા એક ઔર જીવિત!
અબ નભ પર રેખા રાશિ શોભિત,
ગંગા કા જલ શ્યામલ, કમ્પિત,
લહરોં પર ચાંદી કી કિરણેં,
કરતીં પ્રકાશમય કુછ અંકિત.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.