જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ આપણે જાત જાતના વીડિયો વાઈરલ થાય છે. જેમાં કોઈ વખત અતરંગી ડાન્સ તો કોઈ વખત કોઈનો સુમધુર કંઠમાં ગવાતા ગીતોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં આપણે જોયા જ છે.
આજે આપણે અહીં આવા જ એક વાઈરલ વીડિયોની વાત કરીશું. આ વીડિયો અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ફેરિયો ગાય અને વાછરડાંને પાણીપુરી ખવડાવતો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક વ્યક્તિ પાણીપુરીવાળા ફેરિયા પાસે ઊભેલી જોવા મળે છે અને ત્યાં ગાય અને વાછરડું પણ ઊભું છે. આ વ્યક્તિ ગાય અને તેના વાછરડાંને પાણીપુરી ખવડાવે છે. નેટીઝન્સના દિલ આ વીડિયો અને પાણીપુર ખવડાવનાર વ્યક્તિ જિતી લીધા છે.
લોકો તો આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે અને કોઈ યુઝરે તો એવું પણ કહી દીધું હતું કે ગાયને પાણીપુરી ખવડાવનાર વ્યક્તિને ગાયના આશીર્વાદ મળ્યા હશે. દરમિયાન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નેટિઝન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને અનેક લોકોએ આ વીડિયો શેયર પણ કર્યો છે, લાઈક કર્યો છે અને કમેન્ટ પણક કરી છે.
ઘણી વખત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતા કે વાઈરલ થતાં વીડિયો આપણને ઘણું બધું શીખવી જતાં હોય છે. ગાયને પાણીપુરી ખવડાવનો વીડિયો પણ આપણને જીવદયાનો ગુણ શીખવી રહ્યો છે.