આસામના સીએમ હિમંતાએ આનો જવાબ આપ્યો
આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્માએ દાવો કર્યો હતો કે પૂર્વોત્તરમાં ચૂંટણી લડતા તમામ રાજકીય પક્ષોએ સમજવું જોઈએ કે તેઓએ આખરે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ને ટેકો આપવો પડશે. પત્રકારો સાથએ વાત કરતા તેમણે એમ પણ કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કદ દેશના નેતાઓમાં “સૌથી ઊંચું” છે અને પ્રદેશના દરેક લોકો તેમને પસંદ કરે છે. જનતા દળ યુનાઈટેડ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)એ નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને BJP ગઠબંધન સરકારને સમર્થન આપવા વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “પૂર્વોત્તરમાં પ્રવેશતા પહેલા તમામ પક્ષોની આ સમજણ છે. પાણી આખરે સમુદ્રમાં જ જતું જોવા મળે છે.” શર્મા નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA)ના કન્વીનર પણ છે. શર્માએ જોકે, નાગાલેન્ડની સરકારના ગઠન બાદ જેડી(યુ)ના વડા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના બીજેપીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)માં પાછા ફરવાના સંકેત છે કે કેમ તે અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ભાજપ નેતાએ નીતીશકુમાર પર તંજ કસતા જણાવ્યું હતું કે, “મેં તેમના વિશે વધુ સંશોધન કર્યું નથી. પરંતુ નીતીશ કુમાર અંગે, તમે કંઈપણ ખાતરી આપી શકતા નથી.” શર્માએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તેમની યુકે મુલાકાત દરમિયાન તેમની ટિપ્પણીઓ પરના તાજેતરના વિવાદો પર કટાક્ષ કર્યો અને દાવો કરતા જણાવ્યું હતું કે તેમણે આવું એટલા માટે કર્યું કારણ કે “ભારતમાં તેમનું કોઈ સાંભળતું નથી.” તેમણે કહ્યું, “રાહુલ ગાંધી જાણે છે કે ભારતમાં તેમની વાત કોઈ સાંભળશે નહીં. તેથી તેમણે લંડનમાં કેટલાક ભારત વિરોધી લોકોને ભેગા કર્યા અને તેમની સામે બોલ્યા.” આસામના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, “ગાંધીએ દેશની બહાર ભાષણ આપીને પ્રથમ વખત થોડી બુદ્ધિ દર્શાવી. આ માટે આપણે તેમને શ્રેય આપવો જોઈએ.