Homeદેશ વિદેશતો RRR સ્ટાર ઑસ્કર એવોર્ડ્ઝમાં ડાન્સ કરશે

તો RRR સ્ટાર ઑસ્કર એવોર્ડ્ઝમાં ડાન્સ કરશે

ગોલ્ડન ગ્લોબ્સ અને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ મેળવ્યા પછી, RRR ફિલ્મે હોલીવુડ ક્રિટીક્સ એસોસિએશન એવોર્ડ્સમાં મોટી જીત મેળવી હતી અને ચાર એવોર્ડ જીતી લીધા હતા. હવે દેશના લોકોની ઇચ્છા છે કે એસ એસ રાજામૌલીની RRR પ્રતિષ્ઠિત એકેડેમી એવોર્ડ પણ જીતી લાવે. આ ફિલ્મની સમગ્ર ટીમ પણ એવું જ વિચારતી હશે, પણ ફિલ્મના હિરો રામચરનની ઇચ્છા તો કંઇ ઓર જ છે. એકેડેમી એવોર્ડ્ઝમાં પોપ સ્ટાર રિહાના તેના Lift Me Up from Black Panther સોંગ પર પરફોર્મ કરવાની છે, જ્યારે સોફિયા કાર્સન અને ડિયાન સાથે મળીને Tell It Like a Woman’s Applause, સોંગ પર પરફોર્મ કરશે. એવા સમયે RRR સ્ટાર રામ ચરણે પણ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારંભ દરમિયાન 12 માર્ચના રોજ સ્ટેજ પર આવવાની અને તેમના ફેમસ સોંગ નાટૂ -નાટૂ પર પરફોર્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રામચરણે જણાવ્યું હતું કે ઑસ્કરના ભવ્ય સ્ટેજ પર તેના નાટૂ નાટૂ સોંગ પર ફરફોર્મ કરવાનું ગમશે. હા એ વાત ચોક્કસ છે કે ઑસ્કરનું સ્ટેજ નાનું હશે અને ફિલ્મમાં રિયલમાં જોવા મળેળું આકર્ષક ભવ્ય પરફોર્મન્સ નહીં થઇ શકે, કારણ કે તેમની સાથે બેકગ્રાઉન્ડ ડાન્સર્સ ઓછા હશે,

પણ છતાંય આ સોંગ પર પ્રેક્ષકોનું મનોરંજન કરતા તેને ઘણો આનંદ થશે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત, આરઆરઆરમાં બે ભારતીય સ્વતંત્રતા સેનાની તરીકે જુનિયર એનટીઆર અને રામ ચરણને રજૂ કરવામાં આવ્યા છે. બ્રિટિશ રાજ સામે તેમની મિત્રતા અને લડાઈને દર્શાવતી આ એપિક એક્શન ફિલ્મમાં અજય દેવગણ, આલિયા ભટ્ટ, શ્રિયા સરન, સમુથિરકાની, રે સ્ટીવેન્સન, એલિસન ડૂડી અને ઓલિવિયા મોરિસ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂ. 1200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે અને અનેક એવોર્ડ જીતી લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular