સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડાએ પોતાની સિમ્પલિસિટી અંગે કર્યો ખુલાસો, કહ્યું કે…

ફિલ્મી ફંડા

દક્ષિણી અભિનેતા વિજય દેવેરાકોંડાની ફિલ્મ ‘લાઇગર’ 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. વિજય દેવેરાકોંડા હાલમાં તેની ફિલ્મ લાઇગરના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘લાઇ ગર’માં વિજય દેવરાકોંડા સાથે અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે દેશના ખૂણે-ખૂણે ફરી રહ્યા છે. આ દરમિયાન વિજય દેવરાકોંડાની ફેન ફોલોઈંગ પણ સતત વધી રહી છે. ‘લાઇગર’ના પ્રમોશન દરમિયાન વિજયે પોતાની સરળ શૈલીથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આ દરમિયાન વિજય તેના સેન્ડલ લૂકને કારણે પણ ચર્ચામાં રહ્યો છે, પરંતુ હવે અભિનેતાના સેન્ડલ લૂક પાછળનું કારણ પણ જાણવા મળ્યું છે.
લાઇગર ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટ્સમાં વિજયના ચપ્પલએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ માટે અભિનેતાએ ઘણી પ્રશંસા પણ મેળવી છે. બધા વિચારે છે કે વિજય આટલો મોટો સ્ટાર હોવા છતાં સ્ટાઇલિશ કપડા સાથે ચપ્પલ કેમ પહેરે છે. હવે આ સવાલના જવાબ ખુદ વિજયે આપ્યો છે. વિજય જણાવે છે કે એ ઘણો મૂડી છે. એના હાથમાં જે પણ આવે એ પહેરીને એ બહાર નીકળી જાય છે.
વિજયે જણાવ્યું હતું કે એ ત્રીસેક દિવસ ફિલ્મના પ્રમોશનમાં બિઝી રહેશે. આ દિવસો દરમિયાન એને રોજ અલગ અલગ કપડા અને શૂઝને શોધવાની ઝંઝટ કરવી પડે છે, અને એમાં ઘણો વખત નીકળી જાય છે. એટલે જ એણે સ્લીપર પહેરીને ફિલ્મનું પ્રમોશન કરવાનું નક્કી કર્યું છે. એ ઘણું સરળ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.