Homeમેટિનીશીર્ષક મેં છૂપા શબ્દો કા ખેલ મસ્તાના

શીર્ષક મેં છૂપા શબ્દો કા ખેલ મસ્તાના

શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા

ક્યારેય ધ્યાનથી સમજ્યા છો આ ફિલ્મ ટાઇટલ્સ પાછળ રહેલા સ્માર્ટ વર્ડપ્લે?

કોઈ પણ ફિલ્મ હોય, દર્શક તરીકે આપણે એ જોયા પહેલાં તેના પોસ્ટર, કાસ્ટ, ટ્રેલર વગેરે પરથી એ કેવી હશે તેની ધારણા બાંધતા હોઈએ છીએ. ફિલ્મનું ટાઇટલ પણ તેમાં આવી જાય અને ટાઇટલથી ફિલ્મને સંબોધીને જ આપણે તેની ચર્ચા કરતાં હોઈએ છીએ. એટલે ફિલ્મમેકર્સ પણ ટાઇટલનો ઉપયોગ દર્શકોમાં રસ પેદા કરવા માટે કરતાં હોય છે. ટાઇટલ ચર્ચા જગાવનારું અને ઉત્સાહ પેદા કરનારું હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પેલું કહે ને કે કુછ હટકે માંગતા હૈ, તેમ ટાઇટલમાં કંઈક નાવીન્ય હોય તો લોકોને એ વધુ આકર્ષે. ટાઇટલ એટલે કે ફિલ્મના શીર્ષકને ધ્યાનાકર્ષક બનાવવા માટેની એક રીત છે વર્ડપ્લે. વર્ડપ્લે એટલે કોઈ શબ્દમાં બીજા શબ્દને લઈને તેમાં મેટા મીનિંગ ઉમેરીને થતી નવા શબ્દ/શબ્દોની બનાવટ કે જૂના શબ્દમાં જ સ્માર્ટનેસ વાપરીને કરાયેલી ફેરફારની રમત. ચાલો જોઈએ કેટલાક હમણાંના વર્ષોની ભારતીય ફિલ્મ્સના આવા વર્ડપ્લેના મજેદાર ઉદાહરણો.
છેલ્લા થોડાક વર્ષોથી સારી કોમેડી ફિલ્મ્સનો દુકાળ છે. દર્શકોને હસાવવામાં બહુ મહેનત કરવા છતાં સામજીઓ અને શેટ્ટીઓ પ્રિયદર્શન જેટલા ફાવતા નથી. પણ ૨૦૨૦માં આવેલી કોમેડી ફિલ્મ ‘લૂટકેસ’ લોકોને મજા કરાવવામાં સફળ રહી છે. તેના શીર્ષકમાં બહુ જ મજાનું વર્ડપ્લે સામેલ છે. કુણાલ ખેમુ અભિનીત અને રાજેશ ક્રિષ્નન દિગ્દર્શિત ફિલ્મ ‘લૂટકેસ’માં સૂટકેસ વર્ડ સાથે પ્લે છે. ફિલ્મમાં પૈસા ભરેલી એક સૂટકેસની વાત છે અને તેની લૂંટ થતી-થતી એ એક જગ્યાએથી અનેક જગ્યાએ ફરે છે. આ રીતે ટાઇટલમાં જ કોમેડીનું સૂચન પણ થાય છે અને સૂટની જગ્યાએ લૂટ શબ્દ વાપરીને એક સ્માર્ટ વર્ડપ્લે પણ છે.
હજુ ગયા અઠવાડિયે જ રિલીઝ થયેલી એક ફિલ્મ અને એક શૉમાં પણ મસ્ત વર્ડપ્લે છે. પહેલા ફિલ્મની વાત કરીએ. નંદિતા દાસ દિગ્દર્શિત અને કપિલ શર્મા અભિનીત ફિલ્મ ‘ઝવિગાટો’ પણ આવું જ એક ઉદાહરણ છે. ફિલ્મમાં નાયક ફૂડ ડિલિવરીનું કામ કરે છે. રિયલ લાઈફમાં બે મોટી ફૂડ ડિલિવરી એપ સ્વિગી અને ઝોમાટોના નામને ભેગા કરીને અહીં વર્ડપ્લે દ્વારા નવો શબ્દ બનાવવામાં આવ્યો છે. આનો ફાયદો એ કે લોકોને આ નામ ખબર જ છે એથી તેના પ્રચલિત હોવાનો ફાયદો ફિલ્મને મળે અને નામ પણ ફૂડ ડિલિવરી એપ જેવું જ લાગે. અને હમણાં રિલીઝ થયેલો શૉ એટલે કે ‘પોપ કૌન?’. ફરહાદ સામજીના આ શૉનું નામ શૉ કરતાં ક્યાંય વધુ ઇનોવેટિવ છે. તેમાં નાયકના સાચા પિતાને શોધવાનો પ્રશ્ર્ન કેન્દ્રસ્થાને છે. સબ્જેક્ટ અને ફિલ્મમાં પીરસાતા એન્ટરટેઇન્મેન્ટને માટે જરૂરી એવા પોપકોર્ન આ બન્ને અર્થને ભેગા કરીને ‘પોપ કૌન’ આવો સ્માર્ટ વર્ડપ્લે શીર્ષક માટે કરવામાં આવ્યો છે.
આ મહિનાની શરૂઆતમાં જ ખાસ ચર્ચા વગર રિલીઝ થયેલી દિગ્દર્શક હર્ષવર્ધનની ફિલ્મ ‘ઈનકાર’માં પણ વર્ડપ્લે છે. અહીં હિન્દી શબ્દ ઈન્કારને બદલવામાં આવ્યો છે. સ્પેલીંગમાં ‘કે’ના બદલે ‘સી’નો ઉપયોગ કરીને કાર એટલે કે મોટરકાર શબ્દને પણ ચતુરાઈથી એ જ શબ્દમાં સામેલ કરીને ટાઇટલ બનાવવામાં આવ્યું છે ‘ઈંક્ષઈફિ.’ ફિલ્મમાં કારમાં અમુક લોકો એક છોકરીને કિડનેપ કરીને લઇ જાય એવી વાત છે એટલે આ ટાઇટલ એકદમ બંધ બેસે છે. આવી જ રીતે થોડાક અક્ષરનો ફેરફાર કરીને વર્ડપ્લેથી એક જ શબ્દમાં બે શબ્દ અને અર્થવાળા ટાઇટલની બીજી એક ફિલ્મ છે ‘હાઈ જેક’ (૨૦૧૮). ના, વચ્ચે સ્પેસ ભૂલથી નથ રહી. એ જ તો વર્ડપ્લે છે. અકર્ષ ખુરાના દિગ્દર્શિત અને સુમિત વ્યાસ અભિનીત આ ફિલ્મમાં ઈંગ્લીશ ‘ઇંશષફભસ’માં ‘ઇંશ’ પાછળ લવ ઉમેરીને પેલું નશાવાળું હાઈ (વશલવ) કરી નાખવામાં આવ્યું છે. આથી શબ્દના ફેરફારની એ મજા તો ખરી જ પણ ફિલ્મની વાર્તામાં ડ્રગ્સ અને પ્લેનના હાઇજેકની વાત પણ છે એટલે એ રીતે પણ આ ટાઇટલ એકદમ પરફેક્ટ છે.
ગયા વર્ષે રિલીઝ થયેલી દિગ્દર્શક પૂરી જગન્નાથની વિજય દેવરકોન્ડા અને અનન્યા પાંડે અભિનીત ફિલ્મ ’લાઇગર’ પણ બે શબ્દોના જોડાણવાળું ટાઇટલ વાપરે છે. તેની તો ટેગલાઈન પણ છે, ‘સાલા ક્રોસબ્રીડ’. મતલબ કે ટાઇગર અને લાયન આ બન્ને શબ્દનો સંગમ એટલે ‘લાઇગર’. અહીં આ અર્થ નાયક માટે જ વપરાયો છે અને આ રીતે તેને અને ફિલ્મને એક સ્માર્ટ વર્ડપ્લે અને મસ્ત ટાઇટલ પણ મળ્યું છે. ફિલ્મ સુપરફ્લોપ હતી, પણ આપણે શું! અપને કો તો ફિલહાલ સિર્ફ ટાઇટલ સે મતલબ હૈ, હૈ કી નહીં?
શ્રીરામ રાઘવન દિગ્દર્શિત અને આયુષ્માન ખુરાના અભિનીત સુપર્બ થ્રિલર ‘અંધાધૂન’ (૨૦૧૮)માં પણ વર્ડપ્લે છે, ખબર ને? સાચો હિન્દી શબ્દ છે, અંધાધૂંધ. પણ અહીં ફિલ્મનો નાયક મ્યુઝિશિયન છે એટલે ‘ધૂંધ’ને ‘ધૂન’ કરી દેવાયું છે. આમ ‘અંધાધૂંધ’ બની ગયું ‘અંધાધૂન’. એ ઉપરાંત અહીં તો ડબલ સ્માર્ટનેસ ને વર્ડપ્લે છે. નાયક આંધળો છે એટલે ધૂનની આગળ ‘અંધા’ પણ એકદમ ફિટ બેસે છે. એક રીતે તો આવા વર્ડપ્લેથી અસ્તિત્વમાં ન હોય તેવા નવા શબ્દો બને છે અને શબ્દકોશમાં વધારો કરે છે. એ જ વર્ષે આવેલી અભિરાજ મીનાવાલા દિગ્દર્શિત અને આયુષ શર્મા અભિનીત ફિલ્મ ‘લવયાત્રી’માં પણ આમ જ અક્ષરની ફેરબદલની ચતુરાઈ છે. ફિલ્મનું શીર્ષક બનાવાયું છે નવરાત્રી શબ્દ પરથી. ફિલ્મમાં નવરાત્રી અને લવની વાત છે એટલે ‘નવ’ની બદલે ‘લવ’નો પ્રયોગ કરીને ટાઇટલ રખાયું હતું, ‘લવરાત્રી’. પણ પછી અમુક લોકોની લાગણી દુભાઈ અને ‘રાત્રી’નું ‘યાત્રી’ કરવું પડ્યું હતું.
આવા કેટલાય શીર્ષકો હોય છે કે જેમાં વર્ડપ્લે હોય છે, પણ ફિલ્મની રિલીઝ વખતે આપણને કદાચ એ નરી આંખે ન દેખાય. સોરી નર્યા મગજે ન સમજાય. પણ આ રીતે જોતા આવા કેટલાય ટાઇટલ્સ અને તેમાં રહેલું હ્યુમર અને સ્માર્ટનેસ જડી આવે. ૨૦૧૫માં આવેલી ‘શમિતાભ’માં તો દિગ્દર્શક આર. બાલ્કીએ બન્ને મુખ્ય અભિનેતા (ધનુષ અને અમિતાભ બચ્ચન)ના પાત્રના નામ અને તેમના સાચા નામને ભેગા કરીને નવું જ નામ બનાવીને તેને શીર્ષક તરીકે વાપરીને કમાલ કરી છે. જો કે ધનુષની જગ્યાએ બાલ્કી પહેલાં ફિલ્મમાં શાહરુખ ખાનને લેવાના હતા અને આ ટાઇટલ પણ તેના નામના અક્ષરને લઈને જ વિચારવામાં આવ્યું હતું, જોગાનુજોગે તેની જગ્યાએ ફિલ્મમાં ધનુષ આવ્યો અને તેના નામનો ‘શ’ (તવ) પણ ટાઇટલમાં જેમનો તેમ જ ગોઠવાઈ ગયો.
ટાઇટલના આવા વર્ડપ્લે અને સાથે ફિલ્મની વાર્તા સાથેના તેના સંધાનના આવા અલગ-અલગ પ્રકારના ઘણા ઉદાહરણો છે. વધુ ટાઇટલ્સની વાત હવે આવતા અઠવાડિયે! (ક્રમશ:)ઉ
લાસ્ટ શોટ
ઈદ પર રિલીઝ થનારી સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટાઇટલ સલમાનની રિયલ ભાઈજાન તરીકેની ઇમેજને લઈને વર્ડપ્લે છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -