ત્રિવેન્દ્રમ-નિઝામુદ્દીન એક્સપ્રેસમાંથી નીકળ્યો સર્પ, વસઈમાં ટ્રેન ખોટકાઈ

આમચી મુંબઈ

ટીસીએ હિંમત બતાવીને ટ્રેનમાંથી સર્પને પકડીને બહાર કાઢ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં વસઈ રેલવે સ્ટેશન ખાતે લાંબા અંતરની ત્રિવેન્દ્રમ નિઝામુદ્દીન એક્સપ્રેસના કોચમાંથી સર્પ મળી આવ્યા બાદ ટિકિટચેકરે સર્પને હિંમતપૂર્વક પકડીને ટ્રેનમાંથી બહાર કાઢવાની નોંધપાત્ર કામગીરી બજાવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ગુરુવારે વસઈ રેલવે સ્ટેશન ખાતે આ બનાવ બન્યા બાદ ટ્રેનના પ્રવાસીઓમાં ડરના માહોલ વચ્ચે ટ્રેનના ટિકિટચેકરે હિંમત દાખવીને ટ્રેનના કોચમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યો હતો.
આ મુદ્દે પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ગુરુવારે ત્રિવેન્દ્ર-નિઝામુદ્દીન એક્સપ્રેસના એસ-ફાઈવ કોચમાં સાપ જોવા મળ્યો હતો. ટ્રેનમાં સર્પ કઈ રીતે આવ્યો તેના અંગે કોઈને જાણ થઈ નહોતી, પરંતુ તેને જોયા પછી પ્રવાસીઓ ડરી ગયા હતા. એ જ વખતે ટ્રેનના ઓનબોર્ડ ટિકિટચેકર (ટીસી) ધસી આવવાની સાથે સ્ટેશન માસ્ટર
એચએમ મીણાને પણ જાણ કરી હતી, ત્યાર બાદ
સર્પમિત્રને પણ સ્ટેશનને આવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
સર્પમિત્રની ટીમ તાત્કાલિક હાજર થઈ નહીં હોવાને કારણે ટિકિટચેકર સુકેશ કુમારે સ્વૈચ્છિક રીતે ટ્રેનમાંથી સાપને બહાર કાઢવા માટે તૈયાર થયા હતા.
આ મુદ્દે ટિકિટચેકરે કહ્યું હતું કે મેં મારા ગામમાં પણ સાપને પકડવાની હિંમત બતાવી છે અને ક્યારેય સાપને કંઈ થયું પણ નથી, ત્યાર બાદ સ્ટેશનના અધિકારીએ ટ્રેનમાંથી સર્પને પકડીને બહાર કાઢવા માટે મંજૂરી આપી હતી.
આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે લોખંડના પાતળા સળિયા મારફત સર્પને પકડવામાં સુકેશ કુમાર સફળ રહ્યા હતા અને સર્પને પકડવામાં ટીસીએ ચારથી પાંચ મિનિટનો સમય લાગ્યો હતો. આ બનાવને કારણે ટ્રેનને પાંચેક મિનિટ રોકી દેવાની ફરજ પડી હતી, ત્યાર બાદ વસઈ સ્ટેશન પરથી ત્રિવેન્દ્રમ એક્સપ્રેસને નિઝામુદ્દીન સ્ટેશન માટે રવાના કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું
હતું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.