શનિવારે દુબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો અને એવિએશન રેગ્યુલેટર-ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આ ઘટનાની તપાસ કરી રહી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેન B737-800 વિમાન કાલિકટ, કેરળથી દુબઇ આવ્યું હતું. દુબઈ એરપોર્ટ પર આગમન સમયે પ્લેનના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો અને એરપોર્ટ ફાયર સર્વિસને પણ જાણ કરવામાં આવી હતી.આ ઘટના અંગે એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાનો સંપર્ક થઈ શક્યો નથી. મુસાફરોની સંખ્યા અંગેની વિગતો તાત્કાલિક મળી શકી નથી. આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે, એવી ડીજીસીએએ માહિતી આપી હતી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં નિયમનકારી સંસ્થા છે, જે મુખ્યત્વે સલામતીના મુદ્દાઓ પર ધ્યાન આપે છે. તે ભારતમાં/થી/ ભારતમાં હવાઈ પરિવહન સેવાઓના નિયમન માટે અને નાગરિક હવાઈ નિયમો, હવાઈ સલામતી અને હવાઈ યોગ્યતાના ધોરણોના અમલ માટે જવાબદાર છે.