જુઠ્ઠાણાને કારણે સ્મૃતિ ઈરાની અને તેમની દીકરીને થયું નુકસાનઃ દિલ્હી હાઈ કોર્ટે કોંગ્રેસ નેતાઓના નિવેદન પર કાઢી ઝાટકણી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ નેતાઓએ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને તેમની દીકરી પર ગોવામાં ગેરકાયદે બાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ સ્મૃતિ ઈરાનીએ દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. દિલ્હી હાઈ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે સ્મૃતિ ઈરાની અને તેમની દીકરી ગોવાના રેસ્ટોરન્ટની માલિક નથી. તથ્યોની પુષ્ટિ કર્યા વિના આરોપ લગાવવા એ નિંદનીય છે. સ્મૃતિ અને તેમના પરિવારની પ્રતિષ્ઠાને ખરાબ કરવાના ઈરાદે ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે.
હાઈ કોર્ટે જણાવ્યું હતું કે સ્મૃતિની દીકરી કોઈ બાર રેસ્ટોરન્ટની માલિક નથી. આ માટે તેમણે પહેલા કોઈ અરજી કરવામાં આવી નથી. ગોવલા સરકારના શો કોઝ નોટિસમાં સ્મૃતિ ઈરાની અને તેમની દીકરીનું નામ નથી. સ્મૃતિ તરફથી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો તેમના પક્ષમાં છે. તેમના પરિવારની છબી ખરડવાના ઈરાદે આવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાનીની દીકરી પર ગેરકાયદે બાર રેસ્ટોરન્ટ ચલાવવાનો આરોપ કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા અને જયરામ રમેશે લગાવ્યો હતો.

1 thought on “જુઠ્ઠાણાને કારણે સ્મૃતિ ઈરાની અને તેમની દીકરીને થયું નુકસાનઃ દિલ્હી હાઈ કોર્ટે કોંગ્રેસ નેતાઓના નિવેદન પર કાઢી ઝાટકણી

  1. There has been a firestorm of accusations from across the political spectrum without bothering to check veracity. Only way to put a leash on this irresponsible tongue lashing is to hit the perpetrators with defamation law suits and demand heavy compensation, When pocketbook is hit hard the offenders come to harsh reality. Ms Smriti Irani, please don’t back down. Exact the full price and seek compensation. I suggest the same course of action for whoever is harmed with such lies. This scourge must be stopped.

vasant Joshi ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.