ઓમાનના મસ્કત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોચીન જતા એર ઇન્ડિયાના વિમાનમાં અચાનક ધૂમાડો નીકળતા નાસભાગ મચી જવાની ઘટના નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX442, VTAXZ મસ્કતથી કોચીન આવવા માટે રવાના થવાની હતી, તે સમયે પ્લેનમાંથી ધૂમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ સમયે પ્લેન ઉડવા માટે તૈયાર હતું. ઘટનાની જાણકારી મળતા તમામ મુસાફરોએ નાસભાગ કરી મૂકતા અંધાધૂધી ફેલાઇ ગઇ હતી.

YouTube player

જાણકારી મુજબ પ્લેનમાં 141 મુસાફર અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેનમાંથી ધૂમાડો નીકળવાને કારણે 14 લોકો ઘાયલ થયા છે. મુસાફરોને સુરક્ષિતપણે પ્લેનની બહાર કાઢવા માટે સ્લાઇડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ્સ દ્વારા પ્લેનની બહાર નીકળવા માટે જણાવવામાં આવ્યું હતું.
આ ઘટના અંગે વધુ વધુ વિગતની રાહ જોવાઇ રહી છે.

Google search engine