આપણે બધા જ કવર સાથે મોબાઈલ ફોન વાપરીએ છીએ અને આપણી એવી માન્યતા હોય છે કે કવરને કારણે મોબાઈલ ફોનને રક્ષણ મળે છે અને આપણને આ ખૂબ જ સામાન્ય લાગે છે. પણ હકીકતમાં થાય છે એનાથી ઉલટું. મોબાઈલ ફોન પર કવર લગાવવાથી રક્ષણ તો નહીં પણ તેને કારણે નુકસાન ચોક્કસ થઈ શકે છે. આવો જોઈએ કયા છે આ નુકસાન-
કવરને કારણે હેન્ડસેટમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. વાત જાણે એમ છે કે મોબાઈલ ફોનમાં અનેક પ્રકારના સેન્સર હોય છે અને કવરને કારણે ઘણી વખત આ સેન્સર બ્લોક થઈ જાય છે. જેને કારણે મોબાઈલની નેટવર્ક કવોલિટી પર પણ અસર જોવા મળે છે. એટલું જ નહીં ચાર્જિંગમાં મૂકતી વખતે પણ તે સામાન્ય કરતાં વધારે ગરમ થાય છે. ફોનમાં રહેલા વેપર ચેમ્બર એ રીતે કામ નથી કરતુ જે રીતે એને કરવું જોઈએ.
એટલું જ નહીં ઘણી વખત સ્માર્ટફોનમાં પાણી જવાનું કારણ પણ આ કવર જ હોય છે, કારણ કે કવરની આસપાસમાં પાણી ફસાયેલું રહે છે અને તે મોબાઈલમાં જતું રહે છે. આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને મોબાઈલ ફોનને જો કવર વિના ઉપયોગમાં લેવામાં આવે તો શક્ય છે કે વધારે સારા પરિણામો મેળી શકાય.
સ્માર્ટફોનને કવર કરીને રાખો છો? થઈ શકે છે મોટું નુકસાન
RELATED ARTICLES