ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)એ આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SSLV D-2 નું બીજું સંસ્કરણ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. SSLV D-2 તેની 15 મિનિટની ઉડાન દરમિયાન પૃથ્વીની કક્ષામાં ત્રણ ઉપગ્રહો સ્થાપિત કરશે. આ ઉપગ્રહોમાં ISROના EOS-07, અમેરિકાનું Janus-1 અને ચેન્નાઈના સ્ટાર્ટઅપ SpaceKidzનું AzaadiSAT-2 સામેલ છે.
#ISRO launches Small Satellite Launch Vehicle #SSLVD2 carrying EOS-07and 2 co-passenger satellites
Janus-1and AzaadiSAT-2 into 450km circular orbit pic.twitter.com/f6wxLLnGVJ— All India Radio News (@airnewsalerts) February 10, 2023
“>
નોંધનીય છે કે ગયા વર્ષે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)ના પ્રથમ સંસ્કરણ D1માં કોઈ ખામીને કારણે મિશન પૂર્ણ થઈ શક્યું ન હતું. SSLV-D1ને 7 ઓગસ્ટ, 2022 ના રોજ શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતુ જે અવકાશમાં ઉપગ્રહ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
ઈસરોનું SSLV પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં 500 કિલો સુધી પેલોડ લોન્ચ કરી શકે છે, SSLV D-2 ની લંબાઈ 34 મીટર છે, વ્યાસ 2 મીટર છે, લોન્ચ વ્હીકલ 120 ટન વજન ધરાવે છે. રોકેટમાં 3 સોલીડ પ્રોપલ્શન સ્ટેજ, વેલોસીટી ટર્મિનલ મોડ્યુલ પણ છે.