Homeવેપાર વાણિજ્યરૂપિયો નબળો પડતાં સોના-ચાંદીમાં ધીમો સુધારો

રૂપિયો નબળો પડતાં સોના-ચાંદીમાં ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ ઓપન માર્કેટ કમિટીની છેલ્લી નીતિવિષયક બેઠકની આજે મોડી સાંજે જાહેર થનારી મિનિટ્સ પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ અને ચાંદીમાં ધીમો સુધારો આવ્યો હોવાના નિર્દેશ હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા ગબડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૨નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૬ વધી આવ્યા હતા.
આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો વધુ ભાવઘટાડાના આશાવાદે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો અને માત્ર રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની મોસમની છૂટીછવાઈ માગ જળવાઈ રહી હોવા છતાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સોનાની આયાત પડતર વધી આવતા ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૨ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૨૭૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૪૯૬ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૧૬ વધીને રૂ. ૬૫,૯૮૬ના મથાળે રહ્યા હતા.
અમેરિકી આજે મોડી સાંજે જાહેર થનારી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં વ્યાજદર વધારા માટે ફેડરલ રિઝર્વ હળવો કે આક્રમક અભિગમ અપનાવશે તેનાં સંકેતો પર રોકાણકારોની મીટ મંડાઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે પાંખાં કામકાજો વચ્ચે હાજર અને વાયદામાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ અનુક્રમે ૧૮૩૩.૩૦ ડૉલર અને ૧૮૪૨.૫૦ ડૉલર આસપાસ ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણે ૦.૧ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૧.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular