કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલતમાં નજીવો સુધારો

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 10 ઑગસ્ટથી દિલ્હીની એઇમ્સમાં એડમિટ છએ. તેમને હાર્ટએટેક આવ્યા બાદ અહીં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની કેટલીક નળીઓમાં 100 ટકા બ્લોકેજ છે. ચાહકો અને પરિવારની પ્રાર્થના વચ્ચે શ્રીવાસ્તવની તબિયતમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો. તેઓ હાથ અને આંગળી મુવ કરી રહ્યા છે. તેમનું હાર્ટ અને પલ્સ હાલમાં વ્યવસ્થિત કામ કરે છે. જોકે, તેઓ હજી ભાનમાં આવ્યા નથી.
રાજુ શ્રીવાસ્તવ 10 ઑગસ્ટથી વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેઓ ઝડપથી રિકવર થઇ રહ્યા છે. તેમના ઓર્ગન વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે. તેમનું બ્લડ પ્રેશર પણ નોર્મલ છે. જોકે, તેમનું બ્રેન હજી પણ રિસ્પોન્સ નથી આપી રહ્યું. તેમના બ્રેનને રિસ્પોન્સ કરવામાં હજી પણ થોડો સમય લાગી શકે છે, એમ ન્યૂરોલોજિસ્ટ જણાવે છે.
રાજુ શ્રીવાસ્તવના પરિવારને ખ્યાલ છે કે રાજુ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને આદર્શ માને છે. તેથી રાજુને બીગ બીના ઑડિયો મેસેજ સંભળાવવામાં આવી રહ્યા છે, જેમાં બિગ બીએ કહ્યું હતું, ‘રાજુ ઊઠ, બસ હવે બહુ થયું. હજી બહુ જ કામ કરવાનું છે. જલ્દીથી ઊઠી જા અને બધાને હસાવતો રહે.’ પરિવાર આ મેસેજ રાજુને વારંવાર સંભળાવે છે.
રાજુ શ્રીવાસ્તવના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બીગ બીના મેસેજ બાદ રાજુની બોડી મુવમેન્ટ વધી છે, પણ બ્રેન હજીય રિસ્પોન્સ નથી કરી રહ્યું એ ચિંતાની વાત છે.
એકાદ દિવસ પહેલા રાજુની મોતના ખોટા સમાચાર પણ વહેતા થયા હતા. તેમના પરિવારે આવી કોઇ અફવા પર ધ્યાન ના આપવા અપીલ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.