અમદાવાદના નારોલ હાઇવે પર કતલ કરેલા પશુના ટુકડા મળી આવ્યા, સ્થાનીકોમાં રોષ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: શ્રાવણ માસ દરમિયાન અમદવાદના ઇસનપુર વિસ્તારમાં(Isanpur) મહાદેવના મંદિર પાસે કતલ કરેલા ગૌવંશના ટુકડા મળી આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારે અમદાવાદના નારોલ વિસ્તારમાં(Narol) હાઇવે પર કતલ કરેલા પશુના ટુકડા મળતા હોબાળો મચ્યો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને હિન્દુત્વવાદી સંગઠનોના આગેવાનો પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરાતા પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે પશુની કતલ કરી વાહન પર લઇ જતી વખતે હાઈવે પર માંસના ટુકડા પડી ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જયારે વિશ્વ હિંદુ પરિષદના આગેવાને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે નારોલ હાઇવે પર આવેલા હનુમાન મંદિર પાસે રોડ પર પશુનું કતલ કરેલું માથું અને માંસના ટુકડા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકો, ગૌરક્ષકો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો એકઠા થઇ ગયા હતા. વિશ્વ હિંદુ પરિષદના આગેવાને સવાલો ઉઠાવતા જણાવ્યું કે થોડા દિવસ અગાઉ ઇસનપુર વિસ્તારમાં પશુ માંસના ટુકડા મળ્યા હતા. આજે સવારે નારોલ હાઇવે પર હનુમાન મંદિર પાછળ પશુના ટુકડા મળ્યા છે. શા માટે અવારનવાર આવા માથાના જ ભાગો રોડ પર મળી આવે છે શું કોઈ ઉશ્કેરવાના પ્રયત્ન કરી રહ્યું છે?

અવારનવાર પશુના ટુકડા મળતા મળતા સ્થાનીકોમાં રોષને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કારવા માંગ ઉઠી છે. પોલીસે હાલ આ સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ એકઠા કરી અને તપાસ શરૂ કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.