Homeટોપ ન્યૂઝદેશનું પ્રથમ ખાનગી રોકેટ ‘વિક્રમ-એસ’ લોન્ચ, એરોસ્પેસ ક્ષેત્રમાં નવાયુગનો પ્રારંભ

દેશનું પ્રથમ ખાનગી રોકેટ ‘વિક્રમ-એસ’ લોન્ચ, એરોસ્પેસ ક્ષેત્રમાં નવાયુગનો પ્રારંભ

દેશના એરોસ્પેસ ક્ષેત્રમાં આજે નવા યુગનો ‘પ્રારંભ’ થયો છે. દેશના પ્રથમ ખાનગી કંપનીના રોકેટ ‘વિક્રમ-એસ’ને આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા દેશમાં જ વિકસિત રોકેટને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટ સવારે 11.30 કલાકે સફળતા પૂર્વક ઉડાન ભરી હતી. પહેલા આ રોકેટ 15 નવેમ્બરે લોન્ચ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે આજે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું.

“>

સ્કાયરૂટ એરોસ્પેસના આ પ્રથમ મિશનને ‘પ્રારંભ’ નામ આપવામાં આવ્યું છે. આ રોકેટમાં ત્રણ કસ્ટમરના પેલોડ છે. રોકેટનું નામ ‘વિક્રમ-એસ’ ભારતના મહાન વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ.વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)ના ચેરમેન પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે આ એક મોટી છલાંગ છે. તેમણે સ્કાયરૂટને રોકેટ લોન્ચ કરનાર અધિકૃત પ્રથમ ભારતીય કંપની બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
હવે ભારતનું નામ એ દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે, જે અવકાશમાં ખાનગી કંપનીઓના રોકેટ મોકલે છે. વિક્રમ-એસ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયા બાદ 81 કિમીની ઊંચાઈએ પહોંચશે. આ મિશનમાં બે સ્થાનિક અને એક વિદેશી ગ્રાહકના ત્રણ પેલોડ વહન કરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular