Homeસ્પોર્ટસT20માં કેપ્ટન રોહિત શર્માના નામે બન્યો રેકોર્ડ

T20માં કેપ્ટન રોહિત શર્માના નામે બન્યો રેકોર્ડ

ઝિમ્બાબ્વે સામે 71 રને જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. રોહિતે હવે એક કેલેન્ડર વર્ષમાં T20I ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતી છે. ઝિમ્બાબ્વે સામે ભારતની જીત એ 21મો પ્રસંગ હતો કે જ્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે 2022માં T20I મેચ જીતી હોય.

રોહિત શર્મા હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ મેચ જીતનારા સુકાનીઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. રોહિત શર્માએ આ મામલે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો રેકોર્ડ તોડ્યો છે. બાબરે 2021માં કેપ્ટન તરીકે સૌથી વધુ 21 મેચ જીતી હતી, જ્યારે રોહિત શર્માએ આ વર્ષે 22 મેચ જીતી છે. પાકિસ્તાનનો ભૂતપૂર્વ સુકાની સરફરાઝ અહેમદ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેણે 2018માં પાકિસ્તાનને સૌથી ટૂંકા ફોર્મેટમાં 18 જીત અપાવી હતી.

RELATED ARTICLES

Most Popular