લાતુર: લાતુરમાં છ વર્ષની બાળકી પર જાતીય હુમલો કરવા પ્રકરણે આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ઉદ્ગીર ખાતે ૧૪ ડિસેમ્બરના રોજ આ ઘટના બની હતી. ૪૮ વર્ષનો આરોપી ૧૪ ડિસેમ્બરે બાળકીને તેના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેના પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. બાળકીએ એ જ દિવસે માતાને આની જાણ કરી હતી.
દરમિયાન બાળકીની માતાએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમ તથા પોક્સો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એક્ટ) હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)