રાજકોટના ન્યારી-૨ ડેમના છ દરવાજા ખોલ્યા

આપણું ગુજરાત

રાજકોટ: જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી -૨ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક અવિરત ચાલુ છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલો ન્યારી-૨ ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો હોવાથી હાલ ડેમમાં કુલ ૧૪ દરવાજા આવ્યા છે. ડેમમાં ૧૨૩૮૪ ક્યૂસેક પાણીની આવક સામે ૧૨૩૮૪ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના રંગપર, તરઘડી, મોટા રામપર, પડધરી, વણપરી ગામોના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સૂચિત કરાયું છે. ડેમની કેપેસિટી ૪૩૬ એમસીએફટીની છે. પડધરીના રંગપર, મેટોડા, સરપદડ, પાટી રામપર, બોડી ઘોડી, વણપરી ગામની કુલ ૧૬૯૬ હેકટર ખેત વિસ્તારને સિંચાઈનું પાણી પૂરું પાડી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.