(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના એકંદર પોઝિટીવ ટ્રેન્ડ છતાં કેટલાક નકારાત્મક પરિબળોની હાજરી અને રિઝર્વ બેન્ક આજે શુક્રવારે વ્યાજદરમાં વધારો જાહેર કરશે એવી ચિંતા વચ્ચે ભારે ઊથલપાથલમાંથી પસાર થઇને શેરબજાર પાછલા બંધ સામે સહેજ લપસીને નીચી સપાટીએ પહોંચ્યું હતું અને આમ સતત છ સત્રની આગેકૂચને બ્રેક લાગી હતી. આ સત્રમાં પણ એક તબક્કે સેન્સેકસ ૫૮,૦૦૦ની નીચે સરકી ગયો હતો અને ૫૭,૫૭૭.૦૫ની સપાટીને અથડાયો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૫૧.૭૩ પોઇન્ટ અથવા તો ૦.૦૯ ટકાના ઘટાડા સાથે ૫૮,૨૯૮.૮૦ પોઇન્ટની અને નિફ્ટી ૬.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૦૪ ટકાની પીછેહઠ સાથે ૧૭,૩૮૨ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે. બજારના પીઢ અભ્યાસુ અનુસાર બજારમાં સતત છ સત્ર આગેકૂચ થઇ હતી અને આરબીઆઇ વ્યાજદર વધારશે એવી અટકળે ખાસ કરીને બેન્ક અને રિઅલ્ટી શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ થતાં બેન્ચમાર્ક ગબડ્યો હતો. જોકે, પાછળથી એશિયા અને યુરોપના શેરબજારમાં આવેલા સુધારાને કારણે સેન્ટિમેન્ટમાં સુધારો આવતાં બંને બેન્ચમાર્ક મોટાભાગનું લોસ પચાવી પાછાં ફર્યાં હતા.
આ ઉપરાંત એફઆઇઆઇની લેવાલીને કારણે પણ બજારને ટેકો મળી રહ્યો છે. વિદેશી ફંડોએ પાછલા ચાર સત્રમાં એક એબજ ડોલરની લેવાલી નોંધાવી છે. જોકે, આ તરફ અમેરિકા અને ચીનના સંભવિત ઘસરણથી માંડી ચીન અને અમેરિકાના અર્થતંત્રની ચિંતા ઉપરાંત સ્થાનિક સ્તરે મેક્રો ઇકોનોમિક્સ ડેટા નેગેટીવ રહ્યાં છે. અન્ય નકારાત્મક કારણો જોઇઓ તો ફુગાવાના અને સ્પર્ધાત્કતાના વધતા દબાણ જેવા કારણોસર જુલાઇમાં સર્વિસ સેકટરની કામગારી કથળી હતી. ગ્લોબલ ઇન્ડિયા સર્વિસિસ પીએમઆઇ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ જુનમાં ૫૯.૨ના સ્તરે હતો તે જુલાઇમાં ૫૫.૫ના સ્તરે પહોંચ્યો હતો, જે ચાર મહિનાનો સૌથી ધીમો ગ્રોથ રેટ દર્શાવે છે. દરમિયાન જુલાઇમાં નિકાસમાં ૧૭ મહિનામાં પહેલી વખત સાધારણ ઘટાડો નોંધાયો હતો, પરંતુ ખાસ કરીને ક્રૂડ ઓઇલના આયાતમાં ૭૦ ટકાનો વધારો થવાને કારણે વ્યાપાર ખાધ લગભગ ત્રણગણી વધીને ૩૫.૨૪ અબજ ડોલરની સપાટીએ પહોંચી હતી. ટેક્નિકલ નિષ્ણાતો જણાવે છે કે આ સત્રમાં નિફ્ટીએ ૧૭,૨૦૦ની સપાટી તોડી છે, પરંતુ તે આગળના રેઝિસ્ટન્સને વટાવી શક્યો નથી. નિફ્ટીએ આગેકૂચ માટે ૧૭,૫૦૦ની સપાટી વટાવવી અનિવાર્ય છે.
સેન્સેક્સના ટોપ ગેઇનરમાં એનટીપીસી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ, કોટક મહિન્દ્રા બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ હતો. જ્યારે સન ફાર્મા, નેસ્લે, ઇન્ફોસિસ, ડો, રેડ્ડૂીઝ લેબ, વિપ્રો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ લૂઝર્લ શેરની યાદીમાં હતા. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરો મજબૂતી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૨૯ ટકા, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૫૮ ટકાનો વધારો નોંધાયો હતો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫ ટકા વધીને બંધ થયો હતો. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ ૦.૦૭-૧.૭૫ ટકા સુધી ખરીદારીનું વલણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી ૦.૬૨ ટકાના ઘટાડાની સાથે ૩૭,૭૫૫.૫૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ શેરોમાં તેજી જોવા મળી. અગ્રણી શેરોમાં એનટીપીસી, ટાટા કંઝ્યુમર, કોલ ઈન્ડિયા, શ્રી સિમેન્ટ, એસબીઆઈ, રિલાયન્સ, એક્સિસ બેન્ક અને પાવર ગ્રિડ ૧.૨૩-૩.૩૨ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં સિપ્લા, નેસ્લે ઈન્ડિયા, સન ફાર્મા, ઈન્ફોસિસ, અપોલો હોસ્પિટલ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ડિવિઝ લેબ ૧.૬૮-૩.૧૮ ટકા સુધી વધીને બંધ થયા છે.
