આ છ દેશે ભારતના તેજસ ફાઇટર જેટ ખરીદવામાં દાખવ્યો રસ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતે મલેશિયાને 18 તેજસ વિમાન આપવાની ઓફર કરી છે. સંરક્ષમ મંત્રાલયે સંસદમા ંજણાવ્યું હતું કે હિંદુસ્તાન એરોનોટિક્સે ગયા વર્ષના ઑક્ટોબરમાં રોયલ મલેશિયન એરફોર્સના 18 જેટ ખરીદવાના પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો, જેમાં તેજસનું ટુ સીટર વર્ઝન વેચવાની ઓફર કરી હતી.
ભારતના સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે સંસદને જણાવ્યું હતું કે મલેશિયા ઉપરાંત આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, ઇજિપ્ત, યુએસએ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સે પણ આ સિંગલ એન્જિન તેજસ ફાઇટર જેટ ખરીદવામાં રસ દાખવ્યો છે.
સંરક્ષમ મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે વડા પ્રદાન નરેન્દ્ર મોદીની સરકાર વિદેશી સંરક્ષણ સાધનો પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે અને સાથે સાથે વિદેશમાં સંરક્ષણ સાધનો ની નિકાસ માટે રાજદ્વારી પ્રયાસો કરી રહી છે.
સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 83 તેજસ ફાઇટર જેટ ખરીદવા ફેબ્રુઆરી 2021માં હિંદુસ્તાન ઑરોનોટિક્સ લિમિટેડ સાથે કરાર કર્યા હતા. તેજસ એ ભારતનું મુખ્ય સંરક્ષણ સાધન છે. તેજસ સિંગલ એન્જિનવાળા, હલકા વજનવાળા બેહદ સ્ફૂર્તિલા મલ્ટી રોલ સુપર સોનિક ફાઇટર વિમાન છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.