લગ્નમાં સાત ફેરા લેતી વખતે સાત વચન પણ લેવામાં આવે છે. એ આપણે બધા જાણીએ છીએ પણ પૂણેના એક નવદંપત્તિએ ફેરામાં કંઇક એવા કરાર કર્યા કે જોનારા બધા હેરાન રહી ગયા. હાલમાં આ વધુ-વર દ્વારા કરવામાં આવેલ કરાર સોશિયલ મિડીયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ પૂણેમાં થયેલા આ લગ્નમાં વધુ-વર દ્વારા એક કરાર કરવામાં આવ્યો હતો. આ બંનેએ એક બીજા સામે જે શરતો મૂકી લગ્નમાં હાજર તમામ લોકો હેરાન રહી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પૂણેના આંબેગાવ તાલુકામાં આવેલ ગાવડેવાડી ગામના કૃષ્ણા લંબે અને જુન્નરના નારાયણગામના સાયલી તાજણેના લગ્ન હાલમાં જ થયા છે. ગુરુવારે 23મી ફેબ્રુઆરીના રોજ પૂણે થયેલા આ વિવાહ પહેલા પોતાના ભાવિ સંસાર માટે આ બંનેએ કરારનામું કર્યુ હતું. જેમાં તેમણે એક બીજા માટે કેટલીક કંડીશન મૂકી હતી. આ કન્ડીશનનું કરારનામુ કરી એના પર સાક્ષી તરીકે સગા-સંબધીઓની સહી પણ લીધી હતી. આ કરારનામાને લગ્નના દિવસે બોર્ડ પર લગાવવામાં આવ્યો હતો. આ કરારનામાની કંડીશન જ્યારે તમે વાંચશો તો તમે પણ આશ્ચર્યચકીત થઇ જશો. આ કડીંશન નીચે પ્રમાણે છે.
પહેલી શરત : કૃષ્ણા – સાયલીનું કહેવું કાયમ સાચું જ હશે.
બીજી શરત : સાયલી – હું કૃષ્ણા પાસે શોપીંગ માટે જીદ નહીં કરું.
ત્રીજી શરત : સાયલી – હું કૃષ્ણાને મિત્રો સાથે ફરવા, પાર્ટી કરવા માટે રોકીશ નહીં. (મહિનામાં બે દિવસ)
ચોથી શરત : કૃષ્ણા – હું સાયલીની અને એ મમ્મી – પપ્પાની સેવા કરશે.
પાંચમી શરત : સાયલી – કૃષ્ણાના મિત્રો ઘરે આવશે ત્ચારે હું જાતે રસોઇ બનાવીશ.
છઠ્ઠી શરત : અમારામાં વાદ-વિવાદ થશે તો પણ અમે બંને એને એક જ દિવસમાં તેનું સોલ્યુશન લાવીશું. ેે