શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ: દેશમાં હિંસક દેખાવો બાદ કટોકટી જાહેર, વિરોધીઓ PMના નિવાસસ્થાનમાં ઘૂસ્યા

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Sri Lanka crisis: આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapakshe) દેશ છોડીને ભાગી ગયા બાદ શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ બની છે. દેશભરમાં હિંસક દેખાવો(Protest) થઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. સાથે સાથે સંસદ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી દેશમાં કટોકટીની(Emergency) સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને(Ranil Wickremesinghe) કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર બાદ દેશભરમાં ભીષણ હિંસા થઈ રહી છે. દેશના પશ્ચિમ ભાગમાં કર્ફ્યુ લાદવાની સાથે પીએમ રાનિલ વિક્રમસિંઘેએ દેખાવકારોની ધરપકડ અને તેમના વાહનોને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. સૈન્યને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા અને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી છે.
ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ પરથી આજે રાજીનામું આપવાના હતા પરંતુ અચાનક તેઓ દેશ છોડી નાસી જતા. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે પીએમ પણ રાજીનામું આપે કારણ કે બંધારણ મુજબ જો રાષ્ટ્રપતિ રાજીનામું આપે તો પીએમ કાર્યકારી રાષ્ટ્રપતિ બને છે. લોકો ઈચ્છે છે કે તે બંને પોતાના પદ છોડી દે.
શ્રીલંકા ઇંધણ અને અન્ય આવશ્યક પુરવઠાની અછતનો સામનો કરી રહ્યો છે. જેને કારણે દેશમાં અફરાતફરી ફેલાઈ ગઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.