Homeલાડકીઘરના ચાર ખૂણામાં બેસીને દુનિયાની વાત કરવી જુદી વાત છે અને ઘરથી...

ઘરના ચાર ખૂણામાં બેસીને દુનિયાની વાત કરવી જુદી વાત છે અને ઘરથી બહાર નીકળીને વિશ્વફલક પર ફરી ફરીને આ દુનિયાને માણવી એ અલગ વાત છે

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

દિવ્ય ઔષધિ જગતની માયાજાળ અપરંપાર છે. જે વખતે તમે ઓળખી લો તે જ વખતે તેને આમંત્રણ આપી તેની પૂજા સત્કાર કરી ઘણા સન્માન સાથે તેને ગ્રહણ કરો તો તમારી સાથે આવે. થોડીક ઢીલ થાય તો એ એ વસ્તુ તમારી નજરની સામે હોય તો પણ તમે જોઇ શકો નહીં. ગૌમુખ ક્ષેત્રમાં આવા અનુભવ અમને વારંવાર થતા રહ્યા. જો કે હનુમાનજી પણ સંજીવની લેવા અહીં ક્યાંક આવ્યા હતા. તેઓને આવેલા જોઇ ઘણી દિવ્ય ઔષધીઓ અદૃશ્ય થઇ ગઇ. જ્યારે હનુમાનજીએ વિધિવત પ્રાર્થના કરી ત્યારે ફરી પાછી જાગૃત થઇને હનુમાનજી સાથે ચાલવા તૈયાર થઇ. ધાર્મિક ગ્રંથોમાં વર્તમાન વિશ્ર્વને માનવામાં ન આવે એવી ઘણી બધી વાતો લખેલી છે. પણ તેને ખોટી માની લેવાની ભુલ કરવી નહીં. અમે ગૌમુખ ક્ષેત્રમાં બે દિવસથી છીએ -૫થી
-૧૦ ડીગ્રી વચ્ચે તાપમાન છે. ખૂબ જ ઠંડું વાતાવરણ છે, છતાં ખુલ્લા માથે આગળ વધી રહ્યા છીએ. એક પાતળી કામળી (શાલ) સિવાય કંઇ ઓઢ્યું નથી. લાભુ ભાઇએ માત્ર સ્વેટર પહેર્યું છે. તો આવી કડકડતી ઠંડી કેવી રીતે સહન થઇ હશે, કારણ અમને ખબર નથી પણ સાક્ષાત અનુભવને અમે ભુલી શકીએ તેમ નથી. ઔષધીઓને કેવી રીતે લેવી તેમાં પણ એક કળા છે. ઔષધી જોઇ એટલે તરત જ તોડીને લઇ લેવી ન જોઇએ. પ્રથમ તેને નિ:સ્વાર્થ ભાવે વિનંતી કરવી કે ‘ અમે તમને લોકોપકાર માટે લઇએ છીએ. હે વનદેવી ! અમારા રોગીનું કલ્યાણ થાય તે રીતે કૃપા વરસાવજો.’ એમ જે શબ્દોમાં આપણે આપણાં ભાવ વ્યક્ત કરી શકીએ તે રીતે લેવાય અન્યથા ગમે તેમ લીધેલી વનસ્પતિ ઘર સુધી નહીં પહોંચે.
દિવ્ય ઔષધીના હિમાલયના અનુભવો તો અનેક થયા. ઘણાં લખી શકાય, ઘણાં ન લખી શકાય. સામાન્ય જનમાસમાં વાત બેસે કે નહીં. પણ, શત્રુંજય ગિરિરાજનો એક પ્રસંગ યાદ આવે છે. અમે પાલીતાણા ચાતુર્માસ હતા. શાસ્ત્રોમાં વાચેલું કે શ્રી શત્રુંજય મણિ-માણેકની ખાણ છે.
દિવ્ય વનસ્પતિઓનો ભંડાર છે. તો સહજ રસ જાગે એવું તો શું છે. વળી જેવા માણસને તેવું મળી જાય તે ન્યાયે ક્યાંયથી ઘણા વર્ષો પહેલાની વાત છે. જાણવા મળ્યું કે ગિરિરાજ ઉપર સંજીવના વનસ્પતિ થાય છે. અમુક સમય સુધી જ રહે છે. પછી અદૃશ્ય થઈ જાય છે. તો એ માટે તપાસ કરાવી. ગિરિરાજમાં ઘેટા-બકરા-ગાયો-ભેંસો ચરાવનારા ગોવાળીઆને આ સંબંધી વાત કરી પણ એથી કંઈ સાર નિકળ્યો નહીં. પછી જંગલમાં લાકડા કાપવા જતા કેટલાક માણસોનો સંપર્ક કર્યો, પણ છેવટે નિષ્ફળ ગયો. છેલ્લે એક માણસ એવો મળ્યો જે હિમ્મતવાળો હોય અને આ બાબતમાં રસ ધરાવતો હોય. ઉત્સાહી માણસ કાર્ય કરવા તો તત્ત્પર બને પણ ભટક-ભૈરવોની આગળ તેનું કંઈ ન ચાલે. છેવટે એક દિવસ વધી જ ગોઠવણ કરીને ગિરિાજ પર ગયો.
આદીશ્ર્વર દાદાનું નામ લેતા લેતા આગળ વધ્યો. જે ઔષધિનું સ્થાન બતાવેલું હતું. તે સ્થાનથી લગભગ ૫૦ મીટર દૂર સુધી પહોંચ્યો. હવે એ દિવ્ય ઔષધિ શોધવાની હતી. દિવ્ય ઔષધિને ઓળખાણ માટે એક સાદો પ્રયોગ કરવાનો હતો. જંગલમાંથી કોઈક મરેલું જીવડું મળી જાય તો સાથે રાખવું અને કંઈક નવી વનસ્પતિ દેખાય તો તેની પાસે રાખવું તેથી શું થાય છે. ખબર પડે. પણ યોગાનુયોગ કેવા એક ખીસકોલી મળી ગઈ તેણે લાગ્યો. જાણે એમ કહેતો હોય. ‘આવી જાય મારી પાછળ પાછળ’ પેલો સમજદાર માણસ એની પાછળ ચાલ્યો. એક સ્થાને નોળીઓ સાપના સફળા ઉપર ચઢીને બેઠો. જાણે કહેતો હોય કે આટલામાં જ કોઈ સ્થાને તે દિવ્ય વનસ્પતિ છે. તપાસ આદરી અડધા પોણા કલાકે તે વનસ્પતિ મળી. મરેલી ખીસકોલીના નાક પાસે એ વનસ્પતિને બે ક્ષણ સ્પર્શ કર્યો. ખીસકોલીમાં કંઈ સંચાર થયો નહીં. ન જ થાયને મરેલા કંઈ જીવતા થતા હશે? ખીસકોલીને પાછી કપડાની થેલીમાં મૂકી દીધી. પેલો ભાઈ થાકીને એક તરફ બેઠો. એનું ધ્યાન ખબર નહીં કઈ બાજુ હતું. ૮-૧૦ મિનીટ પછી વળી પાછા પ્રયોગ કરવા ઊભો થયો. થેલીમાં હાથ નાખી ખીસકોલી કાઢવા જાય છે. ત્યાં ખીસકોલી હતી જ નહીં. કપડાની મોટી થેલીમાંથી ખીસકોલી જાય ક્યાં? આજુબાજુ એવું કોઈ જાનવર આવ્યું નથી તો શું થયું. એ ખીસકોલીનું કંઈ ખબર નથી. પરંતુ, એક વાત તો પાક્કી થઈ ગઈ ‘આ ઔષધિએ કંઈક ચમત્કાર કર્યો છે.’
ઔષધીને નોતરું આપ્યું પૂર્વતૈયારી મુજબ ગુલાબના ફૂલોની માળા ચઢાવી. શ્રીફળ મૂક્યું. દીવો ધૂપ કર્યા. તે માણસ પાછો આવી ગયો. બીજા દિવસે વહેલી સવારે એ ઔષધીના સ્થાને પહોંચે તો ઔષધી ત્યાં હતી જ નહીં. ફૂલ ન હતા, માળા ન હતી. માત્ર શ્રીફળ પડ્યું હતું. ઔષધિના સ્થાને નાનો ખાડો થઈ ગયો હતો.
પેલો માણસ હાથ ઘસતો રહી ગયો. તેના હાથમાં કંઈ ન આવ્યું.
આ કોઈ ઐતિહાસિક વાર્તા નથી વર્ષો પૂર્વ બનેલી સત્ય હકીકત છે. આ વાતને કેવી રીતે લેવી એ તો પોતાની મતિ પ્રમાણે સૌ વિચારે ક્યારેય માની ન શકાય તેવી વાત ને કેવી રીતે માનવી? આ વાતને માનવા આપણું મન ન જ માને. પણ, આજે તમે મને પૂછો કે ‘શું આવું હોય?’ ત્યારે હું કહી શકું ‘આ દુનિયામાં આવું હોય.’ ‘આવું શું? આના કરતા પણ વધુ અચરજથી ભરેલી આ દુનિયા છે. ઘરના ચાર ખૂણામાં બેસીને દુનિયાની વાત કરવી જુદી વાત છે અને ઘરથી બહાર નીકળીને વિશ્ર્વફલક પર ફરી ફરીને આ દુનિયાને માણવીએ અલગ વાત છે. ગુજરાતીમાં કહેવાય ને? ‘ફરે તે ચરે બાંદ્યું ભુખે મરે.’
હિમાલયની અચરજ ભરી દુનિયાની વાતો જેટલી કરીએ તેટલી ઓછી છે. જીવને મુઠીમાં રાખીને ચાલવાવાળા સાહસિક માણસોને આ બધા અનુભવ થાય. તમે બાજુના ફોટામાં જોઈ શકો છો. એક તરફ ઉંડી ખાઈ છે. બીજી તરફ પર્વત પરથી પડતા પત્થરો. આ ફોટો જુઓ ઉપરથી નાના-મોટી પત્થરો લપસતા આવી રહ્યા છે અને તેનાંથી બચતાં બચતાં જૈન સાધુ ચાલી રહ્યા છે. રસ્તો જુઓ કેવો છે. અરે રસ્તો છે કે નહીં? એ જ ખબર પડતી નથી. માટીના આવા ડુંગરના ઢોળાવો પર ચાલતા ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. પણ કંઈ નહીં ‘રામ રાખે તેને કોણ ચાખે’ અમને એટલી ખબર હતી કે જેણે અમને નહીં મોકલ્યા છે. ‘તે’ જ ધ્યાન રાખશે.
હજારો પ્રતિકૂળતાની વચ્ચે રહીને પણ પ્રસન્નતા જાળવવી એક મોટી ચેલેંજ છે. તેમાંય સાવ અજાણ્યા ક્ષેત્રમાં એકલા અટુલા કોઈનો સાથ અને સહાય લીધા વિના માત્ર ઉપરવાળા ઉપર ભરોસો કરતા આગળ વધવું એ જીવનનો એક લ્હાવો છે. કહેવાય છે કે આપણા જીવનમાં જ્યારે સૌથી વધી વિષમ દિવસો હોય ત્યારે ભગવાન આપણાથી વધુ નજીક રહે છે. કદાચ એવું જ કંઈક અમારી સાથે થયું હતું. ગૌમુખ આવનારા ઘણા યાત્રિકોના મનમાં સંજીવની બુટી જોવાની ઈચ્છા હોય છે. તે માટે પૂછ-પરછ પણ કરતા હોય. સ્થાનિક લોકો સાથેની વાતમાં સંજીવનીની વાત લગભગ નિકળેજ.
પણ, અહીં જે વનસ્પતિનો ભંડાર છે, ત્યાં સંજીવની કઈ એ જ ખબર ન પડે. એક જુઓ અને બીજી ભૂલો. ક્ષણભર પહેલા દેખાતી વનસ્પતિ ક્ષણ એક બાદ નવા રૂપરંગ અને આકાર સજી લે. આવા નાટકીય પરિવર્તન વનસ્પતિઓમાં થાય તે ભારે અચરજ ઊભું કરે. થોડીવાર પહેલા એજ વનસ્પતિના રૂપ-રંગ-આકાર જુદા હોય અને થોડી વાર પછી બદલાઈ જાય. આ જોઈને કોને આશ્ર્ચર્ય ન થાય. વળી એક વનસ્પતિ તો એવી જોઈ કે દિવસે તો સૂર્યપ્રકાશમાં ઝળાહળ ચમક્યા કરે અને રાત્રે પણ તે જ રીતે ચમક્યા કરે. હિમાલયની ઔષધિઓ સંબંધી ક્યાંય વાંચ્યું હતું કે હિમાલયમાં એવી વનસ્પતિ થાય છે.
રાત્રે અને દિવસે પ્રકાશ કરી દીપ શિળાંગ કલ્પવૃક્ષો માટે અને જ્યોતિરસાંગ કલ્પવૃક્ષો માટે આપણા જૈન શાસ્ત્રોમાં વાત આવે કે એવા વૃક્ષો થાય જેમાંથી સતત પ્રકાશ નીકળ્યા કરતો હોય, જેથી આસપાસના લોકોને અંધકારનો આભાસ ન થાય. અહીં પણ એવી વનસ્પતિ અમે જોઈ જે રાત્રે પણ પ્રકાશ પાથરે અને દિવસે પણ. અહીંના કેટલાક સાધુઓના કહેવા પ્રમાણે એવી વનસ્પતિઓ તો હિમાલયમાં ઘણી છે. ગૌમુખથી તપોવન ક્ષેત્ર તરફ આગળ વધો તો જોવા મળે અને તેનાથી આગળ વધો તો ગાંધર્વલોકમાં તમે પ્રવેશ પામો. હિમાલયના માનવસંચાર રહિત વિસ્તારમાં ગાંધર્વ ક્ધયાઓ અને ગાંધર્વકુમારની રમત ગમત ચાલ્યા જ કરતી હોય. એક વૃદ્ધ સાધુને આ બાબતે પૂછતા તેમણે આ બાબતમાં એટલો રસ ન લીધો. એટલું જ કહ્યું. ‘રૂળરૂળઘિ! ્રૂવ ટળજ્ઞ રુવપળબ્રૂ વે, ઇલઇંત બબિળ ઇંળેણ ઘળણ લઇંટળ વે?’ અમારું કુતૂહલ કંઈ કરી શક્યું નહીં, પણ ગર્ભિત રીતે એ વાતમાં એ સંમત હતા એવું લાગ્યું. તપોવનથી આગળ જવું જૈન સાધુ માટે તો ઘણું મુશ્કેલ છે.
બરફાચ્છાદિત પર્વતો ખુંદીને જવું પડે, સુરક્ષાની કોઈ ગેરંટી નહીં. હિમાલયમાં વિહાર કરતા અમને આવી વાત સાધુ-બાબાના મુખે સાંભળવા મળતી. સંજીવની માટે કંઈક વાત નીકળતી તો કહેવામાં આવતું, રૂળરૂળઘિ! ઢફટિ ક્ષફ રુઘટણિ ધિ અળેરઢ્રિૂળૐ વે, મવ લરૂ ર્લૈઘમિણિ વિ ટળજ્ઞ વે, ઇંળજ્ઞઇૃ ણ ઇંળજ્ઞઇૃ પ્ઇંળફ લજ્ઞ ર્ઇૈલળણ ઇંળજ્ઞ ઘરિુમટડળણ ઇંફટિ વે ણ’ વાત તો સાચી છે એવી કઈ ઔષધી નથી કે જે સંજીવની ન હોય? બધી જ વનસ્પતિ સંજીવની છે, બસ તેના ઉપયોગના ઉપાય જાણી લઈએ. યોગ્ય રીતે તેનો ઉપયોગ કરીએ તો બધી જ વનસ્પતિ સંજીવની છે.
ગૌમુખ ક્ષેત્રથી થોડુંક આગળ જતા એક નાનકડી ગુફામાં વૃદ્ધ માતાજી રહે છે. ક્યાંય કેટલાય વર્ષ થઈ ગયા. અહીં ફરવા આવેલા અને અહીં જ રહી ગયા છે. ભૂલા ભટક્યાને ભોજન પાણી કરાવે છે. રાત કોઈને રહેવા દેતા નથી, પણ આશ્ર્ચર્ય એ થાય કે એમની ગુફામાં આટલું વધુ અનાજ આવે છે ક્યાંથી? એ ક્યારેય અનાજ લેવા જતા નથી, નથી કોઈ બીજા માણસો તેમને કંઈ પહોંચાડતા,
પણ ત્યાં સુધી કોઈ જઈ શકે તેવું પણ નથી. ગુફા દ્વાર એટલું નાનું છે કે લગભગ બરફની શિલાઓથી ઢંકાએલું રહે એ તો કોઈક રસ્તો ભટકી ગયા હોય અને જંગલમાં એટલા અટુલા ભૂખ્યા તરસ્યા કોઈ અહીં આવી પહોંચે તો પેટ ભરીને ભોજન મળે અને આગળનો માર્ગ મળે. ગુફામાં ઓઢવા પાથરવાની એક પણ વસ્તુ નથી. નથી કોઈ વાસણ-કૂસણ. સાદી ગુફા જેવી ગુફા એક પણ વસ્તુ ગુફામાં નથી. તો વિચારો આ માતાજી – સાધ્વી એવું તો શું કરતા હશે કે બધું જ હાજર થઈ જાય. રહસ્યને રહસ્ય જ રાખવું પડે તેમ છે. અમે પણ આ બાબતે વધુ કંઈ જાણી શક્યા નથી. ભોજવાસામાં ઘણી પૂછપરછ કરી આ બાબતે વિશેષ જાણવા માટે પણ અમે અસફળ રહ્યા. જેમ જેમ હિમાલયને ઓળખવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તેમ તેમ આ હિમાલય અગમ અગોચર બનતો જાય છે. અમે ગૌમુખ ક્ષેત્રમાં માત્ર બે દિવસ રોકાયા તોય આટલું અચરજ થયું. ખરેખર કોઈક સાધકે અહીં રોકાવું જોઈએ. અહીં મહિનાઓ સુધી રોકાવાની વ્યવસ્થા છે. જૈન સાધુને સંયમ જીવનની તમામ અનુકૂળતા અહીં છે. જો કોઈક અહીં રોકાઈને હિમાલયની ખોજ કરે તો ઘણા આશ્ર્ચર્યો બહાર આવવાની સંભાવના છે, પણ હિમાલયમાં આવવું આપણા હાથમાં છે. હિમાલયથી નીકળવું આપણા હાથમાં નથી. ભારતના લોકો હિમાલય આવવા માટે નીકળતા તેઓ ઘરની સંપૂર્ણ વ્યવસ્થા બીજાને સોંપીને જ નીકળતા. હવે પાછું ઘરે અવાય કે નહીં. એટલે જ હિમાલય ગયેલાની પાછળ કોઈ રાહ જોતું નહીં. લોકમાં વાત ફેલાઈ જતી. ફલાણાભાઈ ‘હેમાળો ગળવા’ જાય છે. એટલે કે હિમાલયમાં સામેથી મૃત્યુને ભેટવા જાય છે. જોકે હમણાં તો વ્યવસ્થાઓ ઘણી થઈ ગઈ એ એટલે ઘરે પાછા તો આવે છે, પણ હિમાલયના વાતાવરણમાં હજુ ઘણો ફેરફાર થયો નથી. હિમાલયના તોફાની પવનો, બરફનો વરસાદ સતત શૂન્ય ડિગ્રી નીચે રહેતો પારો. પાતળી હવા, હવામાં ઑક્સિજનની ઊણપ. ગમે ત્યારે ગમે તે થઈ શકે એવી પરિસ્થિતિ. સૂરજનો તડકો પણ ઠંડી વધારે તેવો. માણસ ક્યાં સુધી ટકે. અરે પેટ પૂરતો આહાર પણ મળે કે નહીં જેટલું વિચારીને આવ્યા હોય તેનાથી જુદુ જ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular