ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠકમાંની એક બેઠક છે જામનગર ઉત્તરની બેઠક. ભાજપે તેના દિગ્ગજ વિધાનસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ને ટીકીટના આપી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને મેદાને ઉતર્યા છે. ત્યાર જાડેજા પરિવારમાં જ રાજકીય જંગ જામ્યો હોય એવું જણાઈ રહ્યું છે.
ભાજપ ઉમેદવાર રીવાબાને પડકાર બહારથી જ નહિ પણ પરિવારમાંથી જ મળી રહ્યો છે. રીવાબાના નણંદ એટલેકે રવીન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા ઘણા સમયથી કોંગ્રેસ ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે રીવાબા સસરાં પણ પુત્રવધુના બદલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરતા નજરે પડી રહ્યાં છે.
રિવાબાના સસરા અને રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ પુત્રવધુ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે, પોતાના નાના ભાઇ એવા કોંગ્રસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે તેઓને જંગી બહુમતી જીતાડવા લોકો તેમને મત આપે. રાજપૂત સમાજને તેઓએ ખાસ વિંનતી કરી હતી.
નયનાબા જાડેજા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. કોંગ્રેસે તેમને વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવ્યા છે અને તેઓ જામનગર સહિત અન્ય વિસ્તારોમાં પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. નયનાબા તેમની ભાભી અને ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાને ‘ગ્લેમર ગર્લ’ ગણાવે છે. તેમના જણાવ્યા પ્રમાણે કે રીવાબા જાડેજા કોઈ નેતા નથી પરંતુ એક સેલિબ્રિટી છે, જેને માત્ર મત મેળવવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જો તે ચૂંટણી જીતી જાય છે, તો પછી તેણીને જનતા સાથે કોઈ લેવાદેવા રહેશે નહીં. મારી પોતાની વિચારધારા છે અને હું જે પક્ષની પ્રશંસા કરું છું તેની સાથે છું.